હવે કાશ્મીરમાં પણ વેચાશે સૌરાષ્ટ્રનો આ આઈસ્ક્રીમ, વર્ષે 325 કરોડની કમાણી

Story

ઉનાળાની શરૂઆત થતાં જ સૌ કોઈ આઈસ્ક્રીમ અને ગોલા ખાવા પર તૂટી પડે છે. આઈસ્ક્રીમ એક એવું વસ્તુ છે જે નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે. ત્યારે આજે અમે તમને સૌરાષ્ટ્રના એક એવા આઈસ્ક્રીમ વિશે જણાવીશું જે વિદેશમાં પણ વેંચાય છે. માત્ર એટલું જ નહિ પરંતુ આ કંપની વાર્ષિક 325 કરોડનું ટર્નઓવર કરે છે. આ આઇસક્રીમનો સ્વાદ સૌ કોઇને પસંદ છે.

અમે વાત કરી રહ્યા છીએ અમરેલીની શીતલ આઈસ્ક્રીમ કંપનીની. લોકોને શીતલ આઈસ્ક્રીમ ખૂબ પસંદ છે. હવે તેનું વેચાણ કાશ્મીરમાં પણ થઈ રહ્યું છે. જેથી હવેથી કાશ્મીર જનાર કોઈપણ વ્યક્તિ ગુજરાતમાં બનેલો આઈસ્ક્રીમ ખાઈ શકશે. અમરેલીની શીતલ આઈસ્ક્રીમ કંપની તેના અનોખા સ્વાદને કારણે જાણીતી બની છે.

શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની સૌરાષ્ટ્રના અમરેલી શહેરમાં આવેલી છે. આ ગુજરાતી આઈસ્ક્રીમ કંપનીએ કાશ્મીરના પુલવામા અને શ્રીનગરમાં 400 થી વધુ દુકાનોમાં તેનો આઈસ્ક્રીમ વેચવાનું શરૂ કર્યું છે. તેના મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈ ભુવાના જણાવ્યા અનુસાર તેઓ આગામી એક કે બે વર્ષમાં ધીમે ધીમે સમગ્ર કાશ્મીરમાં તેમનું વેચાણ શરૂ કરવાનું લક્ષ્‍ય ધરાવે છે.

અમદાવાદમાં પણ પચાસેક જગ્યાએ શીતલના આઉટલેટ્સ છે. લોકોને શીતલ આઈસ્ક્રીમ ખૂબ પસંદ છે. જેથી અમદાવાદમાં હજુપણ શીતલના 10 આઉટલેટ્સ ખુલશે. ઉપરાંત સુરતમાં પણ સૌરાષ્ટ્રના પ્રખ્યાત શીતલ આઈસ્ક્રીમના આઉટલેટ્સ ખુલશે. અમરેલીના આ આઈસ્ક્રીમની કંપની દર વર્ષે 325 કરોડ કરતાં પણ વધારે ટર્નઓવર કરે છે.

શીતલ કંપનીનો આઈસ્ક્રીમ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વેચાય રહ્યો છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂપતભાઈના જણાવ્યા અનુસાર તેમણે 1 મે થી નેપાળમાં તેના આઈસ્ક્રીમની નિકાસ પણ શરૂ કરી દીધી છે. જેમાં કાઠમંડુ અને પોખરા જિલ્લામાં આઈસ્ક્રીમ મોકલવાનું શરૂ કર્યું છે. હાલ અમરેલીથી નેપાળમાં આઈસ્ક્રીમના 2 કન્ટેનર સપ્લાય કરવામાં આવે છે.

શીતલ કંપની આઇસ્ક્રીમ વેચાણની સાથે સાથે હજારો કામદારોને રોજીરોટી પૂરી પાડે છે. આ કંપનીમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે. શીતલનો આઈસ્ક્રીમ નેપાળ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં પણ આઈસ્ક્રીમની વેચાય છે. શીતલ આઈસ્ક્રીમની માંગ ધીમે ધીમે વધવા લાગે છે અને આઉટલેટ્સ પણ વધી રહ્યા છે.

આજથી 35 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક નાનકડા શહેર અમરેલીમાં જગદીશભાઈ ભુવાએ બસ સ્ટેન્ડની સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામની દુકાન શરૂ કરી હતી. જ્યાં તેઓ હાથથી બનાવેલ આઈસ્ક્રીમ અને લસ્સી વેચતા હતા. વર્ષ 1997 માં જગદીશભાઈનું અવસાન થયું અને તેમના નાના ભાઈ ભૂપતભાઈએ 2000 માં કંપનીની દોરી સંભાળી. એક નાનકડા સ્ટોલથી શરુ કરેલી આ કંપનીએ લોકોના દિલમાં એવી જગ્યા બનાવી લીધી કે આ કંપની આજે વાર્ષિક 325 કરોડથી વધુ ટર્નઓવર કરે છે.

Leave a Reply

Your email address will not be published.