સાત વર્ષના ટેણીયો બન્યો પાયલોટ, વિમાન ઉડાવતો વિડીયો જોઈને ભલભલા દંગ રહી ગયા

Facts

સૌ કોઈ જાણે છે કે વિમાન ઉડાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. પાયલોટ બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ત્યારે જો માત્ર સાત વર્ષનું બાળક પાયલોટ બનીને ઉડાન ભરે તો તે દરેક માટે ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં માત્ર ૭ વર્ષનો બાળક પ્લેન ઉડાવી રહ્યો છે.

આ વિડીયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે. સાત વર્ષના ટેણિયાનો વિડીયો યુટ્યુબ પર 310 પાયલોટ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં બાળકની સાથે એક પ્રોફેશનલ પાઇલોટ પણ જોવા મળી રહ્યા છે. નવેમ્બર 2021માં સાત વર્ષના બાળકનો વિમાન ઉડાવતો વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો. જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મીની પ્લેનમાં બે લોકો બેઠેલા છે. જેમાંથી એક બાળક છે જ્યારે તેની બાજુમાં એક પ્રોફેશનલ પાઇલોટ પણ મોજૂદ છે. આ પ્લેન રનવે પરથી ઉડે છે અને થોડી જ વારમાં આકાશમાં ચડી જાય છે. આ પ્લેનમાં જે બાળક છે તે પ્રોફેશનલ પાઇલોટની જેમ વર્તન કરી રહ્યો છે અને કંટ્રોલ રૂમ સાથે વાત કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

પાયલોટ જેવું વર્તન કરતા આ બાળક ખૂબ જ ખુશ દેખાય છે. જો કે આ વાયરલ વિડીયો અંગે ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. હકીકતમાં આ બાળક પ્રોફેશનલ પાયલોટની બાજુની સીટ પર બેસેલો છે પાઇલોટ જેવી એક્ટિંગ કરી રહ્યો છે. આ ફ્લાઇટની ઉડાન અમેરિકાના શિકાગો એરપોર્ટ પરથી ભરાઇ હતી. આ વીડિયોને જોઈને એવું લાગે છે કે સાત વર્ષમાં ટેણીયો વિમાન ઉડાવી રહ્યો છે. વાયરલ વીડીયો લાખો લોકોએ જોયો છે અને વિડિયો જોતાની સાથે જ લોકો દંગ રહી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.