વધુ એક ગ્રીષ્માનો ભોગ લેવાયો, પાડોશી યુવકના એક તરફી પ્રેમે 17 વર્ષીય દીકરીનો ભોગ લીધો

Gujarat

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીની સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. હજુ પણ યુવતીની કિકિયારીઓ દેશમાં ગુંજી રહી છે. ત્યારે વધુ એક ગ્રીષ્મા મોતનો કોળીયો બની. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 17 વર્ષની યુવતીનું જીવ લીધો. યુવકના માતાપિતાએ જે કહ્યું તે જાણીને તમારું લોહી ઉકળવા લાગશે.

આ ઘટના કપડવંજ વિસ્તારની છે. જ્યાં ડાકોર રોડ પર આવેલી નવદીપ સોસાયટીમાં આ ઘટના બની છે. સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીને તેની પાડોશમાં રહેતો આકાશ નામનો યુવક ખરાબ નજરે જોઈ અને લગ્ન કરવા માટે હેરાન કરી રહ્યો હતો. ઉપરાંત યુવકના પરિવારજનો યુવીતને આકાશ સાથે લગ્ન કરવા માટે ટોર્ચર કરી રહ્યા હોવાથી 7 મે ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં યુવતીએ પોતાના ઘરે પંખે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.

યુવતીની માતાએ પડોશીના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. જેથી સાત દિવસ બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. યુવતીની માતાએ જણાવ્યું કે મારી દીકરીએ 10 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. તેઓ જણાવે છે કે પડોશમાં રહેતા ભરતભાઈનો દીકરો આકાશ મારી દીકરી સામે ખરાબ નજરે જોઈ લગ્ન કરવા હેરાન કરતો હતો. જેથી બન્ને પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી.

જો કે હું ઠપકો આપવા માટે યુવકના ઘરે ગઈ હતી ત્યારે આકાશના માતા પિતા ભરતભાઈ અને જયશ્રીબહેને કહ્યું કે તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે. તમે ગમે ત્યાં પરણાવશો અમે તેને ચેનથી જીવવા નહીં દઈએ. યુવતીની માતાએ આ અંગે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે અંદરો અંદર સમાધાન થઈ ગયું હતું અને આકાશે કહ્યું હતું કે હવે પછી હેરાન નહીં કરું.

જો કે ત્યારબાદ આકાશ યુવતીને ફરી હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. યુવતીની માતા કહે છે કે અમે પડોશીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને સોસાયટીમાં ભાડે રહેવા જતા રહ્યા હતા. પરંતુ છતાં પણ આકાશ ત્યાં આંટાફેરા માગતો હતો. આમ એક તરફી પ્રેમમાં પાગલ યુવક અને પરિવારજનોના માનસિક ત્રાસથી કંટાળીને દીકરીએ આવું પગલું ભર્યું હોવાનું યુવતીની માતાએ જણાવ્યું છે.

7 મે ના રોજ સવારે માતા તેના ભાઇનું સર્ટિફિકેટ લેવા માટે શાળાએ ગઈ હતી. આ દરમિયાન યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે યુવતીની માતાએ કપડવંજ પોલીસ મથકે આકાશ ભરતભાઈ મકવાણા તેના પિતા ભરતભાઈ અંબાલાલ મકવાણા અને માતા જયશ્રીબેન ભરતભાઈ મકવાણા અને અન્ય એક યુવક સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

મૃતકની માતા જણાવે છે કે આકાશના પરિવારજનો મારી દીકરીને લગ્ન કરવા માટે હેરાન કરતા હતા. ઉપરાંત 6 મે ના રોજ આકાશે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયા યુવતીને મેસેજ કર્યા હોવાનું યુવતીની માતાએ કહ્યું છે. આ દરમિયાન આકાશે મેસેજ કરીને યુવતીને ધમકી આપી હતી જેથી દીકરીએ આવું પગલું ભર્યું હોવાનું માતા જણાવે છે. આ લોકોના ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે દુનિયાને અલવિદા કરવાનું નક્કી કર્યું યુવતીના પરિવારજનો આકાશને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.