ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકાશમાંથી ધડામ દઈને પથ્થરના ગોળા પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ભીડ હટાવી દીધી હતી. ત્યારબાદ એફએસએલની ટીમને બોલાવવામાં આવી હતી. જો કે હજુ તપાસ ચાલુ છે. હાલ તો આ પથ્થરના ગોળા સેટેલાઈટનો હિસ્સો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ઉમરેઠ વિસ્તારમાં આકાશમાંથી અજાણી ભારેખમ ગોળા જેવી વસ્તુ પડી છે. આ સમાચાર થોડા સમયમાં આખા વિસ્તારમાં ફેલાઈ ગયા. જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ સ્થાનિક પોલીસને આ વાતની જાણ કરી હતી. જેથી પોલીસે આ અંગે જાણકારી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ઉમરેઠ તહસીલ વિસ્તારમાં ખાનકુવા ગામ પાસે આકાશમાંથી અજાણી વસ્તુ પડી હતી. આ ઘટના સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. પોલીસે સ્થળ પર તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવી હતી. ટીમ આ અંગે તપાસ કરી રહી છે. જાણકારી બાદ ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે તાગ મેળવ્યો હતો.
ભારે ભરખમ ગોળાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આણંદ જિલ્લાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવા વિસ્તારમાં આ ગોળા પડ્યા હતા. જો કે આ ભારે ભરખમ ગોળા પડતાં જાનહાનિ થઈ નહોતી. એક જ સાથે ત્રણ જગ્યાએ પડેલા આ ગોળાએ લોકોમાં કુતૂહલ મચાવ્યો છે. જો કે આ ઘટના અંગે તપાસ ચાલુ છે.