રેઇનકોટ છત્રી કાઢીને તૈયાર રાખજો, આ તારીખથી થશે મેઘરાજાનું આગમન અંબાલાલ પટેલે કરી આગાહી

Weather

ચોમાસાને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું અસાની હવે વિખેરાઈ ગયું છે. પરંતુ હવે દેશમાં ચોમાસાને લઈને સમાચાર આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. હાલ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

અગત્યનું છે કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું 27 મેના રોજ દસ્તક આપે તેવી શક્યતા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂને જ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે. પરંતુ જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે.

ઉપરાંત આ સપ્તાહમાં તીવ્ર ગરમી સાથે હીટવેવની આગાહી કરી છે. પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આ વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી કરી છે. જે મુજબ 15 જૂન પહેલા વરસાદ શરૂ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 17 મે સુધીમાં તોફાન આવવાની સંભાવના છે. જેના પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. આ સાથે જ પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સર્જાશે. જે વાવાઝોડામાં પરિવર્તિત થતાં મે મહિનાના અંતમાં કેટલા વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ વહેલા દસ્તક આપે તેવી સંભાવના છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદ પણ સારો થશે.

આ વર્ષે ચોમાસું 15 જૂનની આસપાસ શરૂ થવાની ધારણા છે. એટલે કે ચોમાસું વહેલું શરૂ થશે. પરંતુ તે વધુ તોફાન સાબિતી મળશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં 99 ટકા વરસાદ થવાની આગાહી કરી છે. આ વર્ષે સાર્વત્રિક વરસાદ વહેલા થવાની શક્યતા છે. જેથી ચોમાસુ સારુ રહેશે. ઉપરાંત ખેડૂતોના પાક પણ સારા થશે.

Leave a Reply

Your email address will not be published.