રાજયભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે દરેક લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. જેથી લોકોને ગરમીથી છુટકારો મળે. જો કે છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસું ક્યારે શરૂ થશે તે અંગે આગાહી વ્યક્ત કરે છે.
ઉપરાંત આ વર્ષે ચોમાસું વહેલ બેસે તેવી સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 27 મે થી કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસુ 1 જૂન પહેલા બેસી જશે. હવામાન વિભાગની આગાહીને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસુ 15 જૂન પછી દસ્તક આપે છે. જ્યારે આ વર્ષે 1 જૂન પહેલાં ચોમાસું બેસે તેવી સંભાવના છે. કેટલાક હવામાન નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે આ વર્ષે ચોમાસુ આગામી 26 મે ના રોજ કેરળમાં દસ્તક આપશે. ત્યારબાદ સમગ્ર દેશભરમાં પ્રિ મોન્સુન એકિતવિતી શરૂ થશે. હવામાન વિભાગના રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં 40 મી વખત ચોમાસું l નિર્ધારિત સમય કરતાં વહેલા બેસે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે વારંવાર માવઠું થવાની શક્યતા રહેતી હોય છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. ઉપરાંત તે આર્થિક સમસ્યા પણ પેદા કરે છે. જેથી નિયમિત સિઝન પ્રમાણે વરસાદ થાય તે જરૂરી છે. ત્યારે આ વર્ષે ચોમાસું વહેલા બેસે તેવી શક્યતા છે. ઉપરાંત આ વર્ષે વરસાદ સારો થશે. હવામાન વિભાગની આ જાણકારીથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.