દીકરીને સાસરેથી મારતા મારતા ઘરે લઇ ગયા માતા પિતા, કારણ જાણીને તમે પણ ચોકી જશો

India

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે દીકરી સાસરે જાય પછી પરિવારજનો તેને મળવા જાય છે અને ખુશીથી તેડવા જાય છે. પરંતુ હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દીકરી સાસરે જતા માતા પિતા અને પરિવારજનો તેને મારતા પિટતા ઢસડીને ઘરે લાવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો. જાણો શા માટે માતા પિતાએ દીકરી સાથે આવું કર્યું.

આ કિસ્સો મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અંબાડા ગામનો છે. જ્યાં માતા પિતા તેની દીકરીને સાસરેથી મારતા મારતા લઈ જાય છે. આ યુવતીનું નામ શ્રેયા સાબલે છે. યુવતી જણાવે છે કે મારા માતા પિતાને મારા લગ્નનો નિર્ણય માન્ય નહોતો. પરંતુ મે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. જેથી તેમણે આવ્યું કહ્યુ.

યુવતી કહે છે કે સાસરીમાં એક પ્રસંગ હોવાથી મેં મારા માતા પિતાને ફોન કરીને આવવા માટે આમંત્રણ આપ્યું હતું. મારા માતા પિતા આવ્યા હતા. ત્યારબાદ તેમણે મને સાથે આવવા માટે કહ્યું હતું. જ્યારે મે સાથે જવા માટે ના પાડી ત્યારે તેમણે મારી સાથે બળજબરી કરી હતી. યુવતીના માતા પિતા તેને મારતા મારતા લઈ જાય છે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે પોલીસ અધિકારી શ્રીરામ લાંબડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે છોકરીના માતાપિતા લગ્નને લઈને રાજી નહોતા. તેઓ અંબાડા ગયા અને છોકરીને ત્યાંથી પાછી લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે યુવતીનો પતિ પ્રતીક જણાવે છે કે ચાર તારીખે તેના માતા પિતા અને સંબંધીઓ ઘરે આવ્યા હતા.

આ દરમિયાન તેમણે શ્રેયાને પાછા આવવા માટે સમજાવી હતી. તેમણે કહ્યું કે તું ઘરે આવતી રે અમે ફરીથી ધામધૂમથી લગ્ન કરાવીશુ. પરંતુ શ્રેયાએ ના પાડી. જેથી તેના માતા પિતા તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેના માતા પિતા યુવતીને મારતા મારતા ઢસડીને લઈ જાય છે.

શ્રેયા મરાઠી સમુદાયમાંથી છે જ્યારે પ્રતિક માળી સમુદાયના છે. તેના પરિવારને આ લગ્ન માન્યા નહોતા. પરંતુ બંને માન્યા નહીં અને 28 એપ્રિલે તેઓએ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. પોલીસની દરમિયાગીરી બાદ છોકરીને સાસરે મોકલી દેવામાં આવી છે. યુવતીએ આ કિસ્સાને લઈને પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે. જેથી મારપીટ લઈ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published.