કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને આવ્યુ મોટુ અપડેટ, જાણીને તમને પણ મળશે રાહત

Weather

ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાસી ગયા છે. ત્યારે હાલ સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ આંદમાન સાગર પર ચોમાસુ પહોંચી ગયું છે અને તે હવે આગળ વધી રહ્યું છે. જે બંગાળની ખાડી અને ત્યારબાદ ગુજરાતમાં દસ્તક આપશે.

ભારતમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારબાદ તે આગળ વધીને મુંબઈ અને ગુજરાત સુધી પહોંચે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે થી આંદમાન નિકોબાર દ્વીપ સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા આંદમાન નિકોબાર ટાપુ પર આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયા પહેલાં પહોંચી જશે. અહીં ચોમાસુ દર વર્ષે 22 મે ના રોજ શરૂ થતું હોય છે. જે આ વર્ષે 17 મે સુધીમાં શરૂ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં આ વર્ષે ચોમાસુ 27 મે ના રોજ થાય તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસુ 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું 27 મે ના રોજ શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ શરૂ થતું હોય છે. જે બાદ ચોમાસું આગળ વધીને ભારતના અન્ય ભાગોમાં અને ગુજરાત સુધી પહોંચે છે. ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 મે ની આસપાસ કેરળમાં ચોમાસું શરૂ થઈ જશે. તેની અસરને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જુન આસપાસ થતી હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસું એક બે દિવસ પહેલા શરૂ થાય તેવી શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 14 જૂન આસપાસ શરૂ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂનની આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ શરૂ થાય તેવી શક્યતા છે.

આ વર્ષે ચોમાસુ વહેલા શરૂ થઈ શકે છે. એટલે કે ખેડૂતો સમય કરતાં વહેલાં વાવણી શરૂ કરી શકશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થતી હોય છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત તરફ ચોમાસું આગળ વધે છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જેથી દેશમાં સારો વરસાદ થશે.

દેશમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. અગત્યનું છે કે આ વર્ષે ગુજરાતના દક્ષિણ વિભાગ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આ વર્ષે શરૂઆતના બે મહિનામાં વધારે વરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે છેલ્લા બે મહિનામાં વરસાદ ઓછો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.