ફેનિલને ફાંસી આપવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, જાણો ફેનિલને ફાંસી આપવા માટે સરકારે હાઇકોર્ટમાં શું કહ્યુ

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણીને ગત 5 મે ના રોજ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને યથાવત રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની સેશન્સ કોર્ટમાં ગત 5 મે ના રોજ ચુકાદો આવ્યો હતો. કોર્ટે આ હત્યાના બનાવને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી સજા સંભળાવી હતી. શ્લોક સાથે જજ વિમલ કે વ્યાસે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે આ સજાને યથાવત રાખવા માટે સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ફાંસીની સજા યથાવત્ રાખવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે.

સુરતના પાસોદરા વિસ્તારમાં સરાજાહેર થયેલા ગ્રીષ્મા હત્યા કેસમા સુરતની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં માત્ર સાત દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. માત્ર 82 દિવસના ટૂંકા સમયગાળામાં આ કેસનો ચુકાદો આવી ગયો હતો. હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી રહ્યો હતો. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા ક્રૂર આરોપીને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં કોઈ કસર રાખવામાં આવી નહોતી.

સુરતની સેશન કોર્ટમા આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જજએ શ્લોક સાથે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારે આરોપી ફેનિલને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવાની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી છે. સુરતની સેશન્સ કોર્ટમાં કેસનો ચુકાદો આવ્યા બાદ હવે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગ્રીષ્મા વેકરીયાની નિર્મમ હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા ફાંસીની સજા થયેલા આરોપી સાથે લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે. અહીં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. ઉપરાંત પાકા કામના કેદીને અપાતો સફેદ ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે. લાજપોર જેલમાં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકેનો નંબર આપવામાં આવ્યો છે. જેથી હવે આરોપી ફેનિલ 2231 નંબરથી ઓળખાશે.

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર 21 વર્ષિય યુવતીની ગળુ કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું. જોકે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં તમામ પુરાવાના આધારે કોર્ટે 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે હવે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.