ગઢડા મંદિરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિએ બતાવ્યો સતનો પરચો, બે બે AC શરૂ હોવા છતાં પણ મૂર્તિ પરસેવાથી રેબઝેબ

Gujarat

દેશભરમાં ઘણા બધા મંદિરો આવેલા છે. કળિયુગમાં પણ અહી ભગવાન સાક્ષાત દર્શન આપે છે. ત્યારે બોટાદના ગઢડામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં ગોપીનાથજી મહારાજનો એક ચોંકાવનારો VIDEO સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોથી દરેક લોકો ચોંકી ગયા છે. ગઢડામાં બિરાજમાન ગોપીનાથજી મહારાજે કળિયુગમાં પણ સતના પરચા પૂર્યા છે.

ગઢપુરમાં બિરાજમાન ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી શુક્રવારે પરસેવો નીકળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રાજ્યમા કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગોપીનાજી મહારાજની મૂર્તિ પરસેવાથી રેબઝેબ જોઈને સૌ ચોંકી ગયા છે. મંદિરમા મંગળા આરતી દરમિયાન ગોપીનાથજી મહારાજના મૂર્તિ પર પરસેવો દેખાતા મંદિરમાં મોજૂદ સંતો ભક્તો ચોંકી ગયા હતા.

ગઢડા ગોપીનાથજી મહારાજની મૂર્તિનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોપીનાથજી મહારાજની મૂર્તિ પરસેવાથી રેબઝેબ થઈ રહી છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિની સાથે જ હરિકૃષ્ણ મહારાજ અને રાધિકાજી બિરાજમાન છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ગોપીનાથજી મહારાજની મૂર્તિને જ પરસેવો વળતો જોવા મળી રહ્યો છે.

મંદિરના ગર્ભગૃહમાં બે બે AC ચાલુ હોવા છતાંપણ ગોપીનાથજી મહારાજની મૂર્તિ પર પરસેવો વળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. મળતી માહિતી અનુસાર ગોપીનાથજી મહારાજની આ મૂર્તિ સ્વયં ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં તેમના અંગેઅંગનું માપ લઇને બનાવવામાં આવેલી મૂર્તિ છે. આ મૂર્તિ સાક્ષાત ભગવાન સ્વામિનરાયણના હસ્તે સ્થાપિત કરવામાં આવી હતી.

ગોપીનાથજી મહારાજના મૂર્તિ પરસેવાથી રેબઝેબ થતી જોઈને લોકો ચોંકી ગયા હતા. આ ચમત્કારિક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઇને હરિભક્તોનું કહેવું છે કે કળિયુગમાં સાક્ષાત ભગવાને ગોપીનાથજી મહારાજના સ્વરૂપે સતના પરચો પૂર્યો છે. આ અંગે ગઢડા મંદિરના ચેરમેન સ્વામીએ કહ્યું છે કે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત બિરાજે છે. ઉપરાંત મંગળા આરતી સમયે મહારાજની મૂર્તિને પરસેવો વળ્યો હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.