રાજ્યભરમાં કેટલીકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય .છે ગમખ્વાર અકસ્માતમાં કેટલીકવાર લોકોના મોત પણ થતા હોય છે. જ્યારે કેટલાક લોકોને ગંભીર ઇજા થતી હોય છે. ત્યારે હાલ ગુજરાતમાંથી ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં જાનહાનિ પણ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ભયંકર અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોને ગંભીર ઈજા થઈ છે.
ગુજરાતના પાલનપુરના કાણોદર નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અકસ્માતમાં 30 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતાઓ છે.
અકસ્માત અંગે પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગોઝારા અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માત સવારે ત્રણ વાગ્યાના અરસામાં થયો હતો. ભયંકર અકસ્માત સર્જાતા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા. જેથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
બસ અને ટ્રક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઉપરાંત 3 લોકો મોતને ભેટયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે. જે ટ્રકને બસે ટક્કર મારી હતી તે ટ્રક એરંડાથી ભરેલો હતો. ત્યારે અકસ્માતને પગલે રસ્તા પર એરંડાની ગુણો રસ્તા પર પથરાઈ ગઈ હતી.
ગોઝારા અકસ્માત અંગે લોકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. લોકોને તુરંત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ટ્રાફિક નિયંત્રણ કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સવારે ત્રણ વાગ્યાના અરસામાં થયેલા અકસ્માતમાં ફસાયેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બસના કાચ તોડી બહાર નીકળ્યા હતા. ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં બસના આગળના ભાગનો ચુંથો બોલી ગયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.