આ વર્ષે વરસાદ ભુક્કા કાઢી નાખશે, ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

Weather

લોકવાયકા મુજબ ટીટોડી ઈંડા મુકે એટલે ચોમાસુ નજીક આવે અને સારૂ જાય એવું કહેવાય છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાદ ગામે ટીટોડીએ 6 ઈંડા મુક્યા છે. ઓલપાડના અસનાદ ગામે નિલેશ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ઈંડા 6 મુક્યા છે. એક જૂની માન્યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.

લોકવાયકા અનુસાર જો ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવૃષ્ટિનું અનુમાન માનવામાં આવે છે. પરંતુ હાલ ટીટોડીએ 6 ઈંડા મુકવાની પ્રથમ ઘટના સામે આવતા કૃતૂહલ સર્જાયું છે. ટીટોડી સામાન્ય રીતે ચાર ઈંડા મુક્તિ હોય છે. આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.

ત્યારે હાલ ટીટોડીએ 6 ઈંડા મુક્યા હોવાથી આ વર્ષે વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસું ચાલશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. એટલે કે 6 ઈંડા સારા સંકેત આપે છે. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યુ છે. દેશમાં સતત ચોથા વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 27 મે સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યારે આ વર્ષે અઠવાડિયું વહેલા ચોમાસુ બેસી જશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશભરમાં ચોમાસું એક જેવું જ રહી શકે છે. ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે. જ્યારે ભારતના ઉત્તરી ભાગો અને એની નજીક આવેલા મધ્ય ભારતના કેટલાક ભાગો, હિમાલયની તળેટી અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. દેશભરમાં વરસાદ સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published.