વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશીના સમાચાર, આ વર્ષે આટલા દિવસ વહેલુ બેસશે ચોમાસુ

Weather

ગુજરાતીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં હવે માત્ર એક મહિનાના સમયગાળામાં ચોમાસું દસ્તક આપે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યારે આ વર્ષે ચોમાસું વહેલા દસ્તક આપે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અપડેટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 6 દિવસ વહેલા આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે હાલ કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

સામાન્ય રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે આગળ વધતા તે 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચે છે. ત્યારે આ વર્ષે કેરળમાં 27 મે થી 1 જૂનની વચ્ચે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના છે. જેથી ગુજરાતમાં 10 જૂનથી 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે. જો કે કચ્છમાં જુનના અંત સુધીમા ચોમાસું દસ્તક આપે તેવી કોઈ શક્યતા નથી.

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને અગત્યનું અપડેટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસું 6 દિવસ વહેલા આવશે. એટલે કે લોકોને ટુંક સમયમાં ગરમીમાંથી છુટકારો મળશે. જો કે હજુ બે દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેવાની શક્યતા છે. જેના પગલે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમી વધે તેવી શક્યતા છે. ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 43.6 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે રાજકોટમાં 42.6 ડિગ્રી પર છે. અને ભાવનગરમાં 41 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો છે. જો કે મે મહિનાના અંતમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે અને પ્રિ મોન્સૂન એકિટવિટી શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળશે.

હવામાન વિભાગના નવા અપડેટ અનુસાર આ વર્ષે ચોમાસું 6 દિવસ વહેલા આવશે. એટલે કે 15 જૂન પહેલા જ સત્તાવાર ચોમાસું શરૂ થઈ જશે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ચોમાસુ વહેલા શરૂ થતાં ખેડૂતો વહેલા વાવણી કરી શકશે. આ ઉપરાંત આ વર્ષે સત્તાવાર ચોમાસુ સારું રહે તેવી પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.