કાર ચલાવતી મહિલાએ બાઈક ચાલક યુવકને ભયંકર ટક્કર મારી, પુલ પરથી નીચે પટકાતા યુવકનુ મોત

India

હાલના સમયમાં વાહનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. અવારનવાર ગમખ્વાર અકસ્માતના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થતાં હોય છે. જ્યારે કેટલીક વાર જાનહાનિ પણ થતી હોય છે. હાલ અકસ્માતનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા ડ્રાઈવરે યુવકને ટક્કર મારતાં યુવકનું મોત નિપજ્યું છે.

આ ઘટના દેશની રાજધાની દિલ્હીમાં બની છે. જ્યાં 5 મે ના રોજ આઉટર રિંગરોડ પર એલિવેટેડ રોડ પર પૂર ઝડપે આવતી કાર ચાલક મહિલાએ બાઈક ચાલકને ટક્કર મારી દીધી. જેમાં બાઈક ચાલક પુલ પરથી નીચે પટકાયો હતો. આ દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ યુવક રાજસ્થાનનો રહેવાસી હતો અને જનકપુરમાં કામ કરતો હતો.

દરમિયાન મહિલા કાર ડ્રાઈવરે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. જો કે આ મામલે મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમાં કાર ચલાવનાર મહિલા એક યુવકને આઈ એમ સોરી કેમ કહેતા જોવા મળી રહી છે. તેણે કહ્યું કે ખબર નહીં મારાથી આવું કેમ થઈ ગયુ.

મહિલા આવું બોલી રહી હતી તે દરમિયાન ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેનો વિડીયો ઉતાર્યો હતો. આ દરમિયાન મહિલા વિડીયો ઉતારવાનું બંધ કરવાનું કહી રહી હતી. આ વિડીયો જોઈને લોકો મહિલા પર ગુસ્સે થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મહિલા રાજા ગાર્ડનની રહેવાસી છે. જેની આ મામલે પોલીસે ધરપકડ કરી છે.

જો કે આ ઘટના બાદ આરોપી મહિલાએ ત્યાથી ભાગી જવાની બદલે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને ઓટોમાં બેસાડીને હોસ્પિટલ લઇ ગઈ હતી. પરંતુ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેણે પોલીસ અને યુવકના પરિવારજનોને અકસ્માત વિશે જણાવ્યું હતું. મહિલા ત્યાંથી ભાગી નહીં પરંતુ યુવક બચે તે માટે પ્રયાસ કર્યા હતા. જો કે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ જામીન પર છોડી દેવામાં આવી છે.

મૃતક યુવકના પરિવારમાં છ સભ્યો છે. તેમાં યુવકની માતા તેની પત્ની અને ચાર નાના બાળકો છે. જ્યારે યુવકના પિતાનું પણ મૃત્યુ થઈ ગયું છે. અકસ્માતમાં યુવકનું મોત થતાં પરિવારના સભ્યો પર રોજી રોટીનું સંકટ ઊભું થયું છે. ઉપરાંત પરિવારમાં કમાવવાવાળુ બીજું કોઈ ન હોવાને કારણે બાળકોનો અભ્યાસ અને ઘર કેવી રીતે ચાલશે તેની પણ પરિવારજનોને મૂંઝવણ છે.

યુવકનું નામ સુરેન્દ્ર કુમાર હોવાનું સામે આવ્યું છે. તેનો પરિવાર રાજસ્થાનના સિકર જિલ્લાના જાજડા ગામમાં રહે છે. યુવક બે મહિના પહેલા જ નોકરીની શોધમાં દિલ્હી આવ્યો હતો. તે એક સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે કામ રહ્યો કરી રહ્યો હતો. જેમાં તેનો માસિક પગાર 15 હજાર રૂપીયા હતો. જેમાં તે પોતાનું ગુજરાન અને પરિવારનો ઘર ખર્ચ ચલાવી રહ્યો હતો.

અકસ્માતમાં ગુરુવારે સાંજે સુરેન્દ્રનું મોત થયું છે. તે ગુરુવારે દિલ્હીના વિકાસપુરી એલિવેટેડ રોડ પર બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારે યુવકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારે બાઈકનું સંતુલન ગુમાવતા યુવક ઓવરબ્રિજ પરથી નીચે પડતા તેનુ મોત નીપજ્યું હતું. જો કે આ બાદ પોલીસે કાર ચલાવનાર મહિલા ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તેને જામીન પર મુક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published.