અંબાજી મંદિરમાં આજે પણ જોવા મળે છે આ સતનો પરચો, મોટા ભાગના લોકો આજે પણ આ રહસ્ય વિષે નથી જાણતા

Religious

ભારતને મંદિરોનો દેશ માનવામાં આવે છે. ધર્મ અને ભક્તિના આ દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. આરતી કરવામાં આવે છે અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. લાખો ભક્તો આ મંદિરમાં દેવી દેવતાઓના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જેમાં ચાર હજાર કિલો પ્રસાદ બને છે. છતાં પણ તેમાં કીડી મકોડા ચડતા નથી.

અમે વાત કરી રહ્યા છીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની જે ગુજરાતમાં આવેલ છે. જ્યાં પ્રસાદમાં ક્યારેય પણ કીડી મકોડા ચડતા નથી. આ મંદિરમાં દરરોજ ચાર હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવે છે. જે માતાજીને ધરાવવામાં આવે છે. પરંતુ માતાના મંદિરમાં બનતા પ્રસાદમાં ક્યારેય પણ કીડી મકોડા ચડતા નથી. જેથી લોકો તેને ચમત્કાર માને છે.

સામાન્ય રીતે કોઈપણ મીઠી વસ્તુ હોય તો તેમાં કીડી મકોડા ચડી જાય છે. ત્યારે આ મંદિરના પરિસરમાં ચાર હજાર કિલોગ્રામ પ્રસાદ બને છે. છતાં પણ એક પણ કીડી મકોડો તેની નજીક આવતો નથી. મંદિરમાં પ્રસાદના પેકેટ બનાવવા માટે 60 મહિલાઓ અને 40 પુરુષો સતત કામ કરે છે. મંદિરમાં દર વર્ષે પ્રસાદના કરોડો પેકેટ બનાવવામાં આવે છે. છતાં પણ તેમાં કીડી મકોડા ચઢતા નથી.

મહુડી મંદિરમાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે અને તેમાં જીવ જંતુ ચડતા નથી. તેવી જ રીતે માં અંબાના મંદિરમાં મોહનથાળમાં પ્રસાદ ધરાવવામાં આવે છે. પરંતુ આજ સુધીમાં તેમાં ક્યારેય કીડી મકોડા ચડતા નથી. માતાનો પ્રસાદ બનાવતી વખતે શુદ્ધતા અને ગુણવત્તાનો ખ્યાલ રાખવામાં આવે છે. અંબાજીના મંદિરમાં બેસન, ઘી, ખાંડ, ઈલાયચી અને દૂધનું મિશ્રણ કરીને મોહનથાળનો સ્વાદિષ્ટ પ્રસાદ બનાવવામાં આવે છે.

માતાજીના આ ધામમા પ્રસાદ બનાવીને જ્યાં રાખવામાં આવે છે તે ભંડારમાં કદી પણ કીડી મકોડા જોવા મળતા નથી. લોકો તેને માતાનો ચમત્કાર માને છે. અંબાજીના મંદિરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તપાસણી કરવામાં આવી હતી. જે બાદ તેમના દ્વારા ટ્રસ્ટને બી.એચ.ઓ. જી એટલે કે બ્લીસફૂલ હાયજેનિક ઓફરીંગ ટુ ગોડનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

અંબાજીના મંદિરમાં ચાર હજાર કિલો પ્રસાદ બને છે. દર વર્ષે મંદિરમાં કરોડો પ્રસાદના પેકેટ વેચાય છે. મંદિરના ભંડારામાં જ્યાં પ્રસાદ રાખવામાં આવે છે ત્યાં કીડી-મકોડા આવતા નથી. જેથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મંદિરને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યું છે. ભારતમાં અંબાજી એકમાત્ર શક્તિપીઠ એવું છે જે 358 સોનાના કળશ ધરાવે છે.

અંબાજીના આ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. 51 શક્તિપીઠોમાંનું એક ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર લાખો ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. ભક્તો માતાના દર્શને આવે છે અને માતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જે કોઈ પણ ભક્ત મંદિરે આવે છે તે મોહનથાળનો પ્રસાદ અચૂકથી લઇને જાય છે.

Leave a Reply

Your email address will not be published.