હાલ મોરબીના હળવદમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાઇ છે. અહી દીવાલ ધરાશયી થતા અનેક શ્રમિકો દટાઈ ગયા છે. જેમાથી હાલ 12 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે. તો હજુપણ મૃતકના આંકડામાં વધારો થાય તેવી શક્યતા છે. આ દુર્ઘટનામાં 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં કરુણાંતિકા સર્જાઇ છે. લાશના ઢગલા જોઈને આસપાસના લોકો પણ ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા.
મળતી માહિતી અનુસાર મોરબીમાં હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બપોરે બાર વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અંદાજે 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતાં દોડધામ મચી ગઇ હતી. જો કે તંત્ર દ્વારા જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 12 શ્રમિકોના મોત થયા હોવાનું સામે સામે આવ્યું છે. જ્યારે હજુ પણ અનેક શ્રમિકો મીઠાના કોથળા અને દીવાલના કાટમાળ નીચે દટાયેલા છે જેને બહાર કાઢવાની કામગીરી શરૂ છે.
મીઠાના કારખાનામાં મજૂરો રાબેતામુજબ કામ કરી રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. આ દરમિયાન અચાનકથી કારખાનાની દીવાલ ધસી પડતાં અનેક શ્રમિકોના મોત થયા છે. ઉપરાંત હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસુમ બાળકો પણ ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધારે પહોંચવાની આશંકા સેવાઇ રહી છે.
હાલ તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. મીઠાના કારખાનામાં દુર્ઘટના સર્જાતા કલેક્ટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોને ચાર લાખ રૂપિયા થતાં ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે. તો કારખાનાના માલિક પર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.