પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે અચાનક જ સોશિઅલ મીડિયા પર કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલની કોંગ્રેસ પક્ષ પ્રત્યે નારાજગી જોવા મળી રહી હતી.
દરમિયાન હવે હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. કેટલાકે લોકોનું કહેવું છે કે હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાશે ત્યારે અન્ય કેટલાક લોકોનું કહેવું છે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.
આ વચ્ચે સૂત્રો પાસેથી એક અગત્યની માહિતી પ્રાપ્ત થઇ છે. એક મીડિયા ચેનલના અહેવાલ મુજબ તાજેતરમાં હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના લીડર BL સંતોષને મળ્યા હતા. જે બાદ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સહમતી બાદ હાર્દિક પટેલને ભાજપમાં જોડવાનો નિર્ણય કરવાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાટીદાર વોટબેન્ક પર હાર્દિક પટેલનું સારું એવું પ્રભુત્વ છે. ત્યારે હવે હાર્દિક પટેલ જે પણ પક્ષમાં જોડાશે તે પક્ષને પાટીદારોના મત પોતાની તરફ કરવાનો ફાયદો મળી શકે છે. જો કે કોઈ પક્ષમાં જોડાવા બાબતે હાર્દિક પટેલે હજુ સ્પષ્ટતા કરી નથી.