કરોડોની સંપત્તિ છોડીને સોનાના વેપારી વૈરાગ્યના માર્ગે, સાથે 11 વર્ષનો પુત્ર પણ દીક્ષા લેશે

Story

આજના સમયમાં લોકો પૈસા મેળવવા પાછળ ભાગતા હોય છે. મોટા ભાગના લોકોને સુખમય જીવન જીવવું હોય છે. ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે જે કરોડોની સંપત્તિનું દાન કરીને મોક્ષના માર્ગ તરફ આગળ વધે છે. એવો જ એક કિસ્સો સામે હાલ આવ્યો છે. જેમાં પતિ પત્ની પોતાના 11 વર્ષના પુત્ર સાથે કરોડોની સંપત્તિ દાન કરીને વૈરાગ્યના માર્ગ તરફ આગળ વધી રહ્યા છે.

મધ્યપ્રદેશના બાલાઘાટના સોનાના વેપારી પત્ની અને 11 વર્ષના પુત્ર સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. સોનાને વેપારી રાકેશ સુરાના 22 મે ના રોજ વિધિવત રીતે જયપુરમાં દીક્ષા લેશે. પરંતુ દીક્ષા લેતા પહેલા તેમણે પોતાની 11 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી છે. તેમણે પોતાની સંપત્તિ ગૌશાળા અને અન્ય ધાર્મિક સંસ્થાઓને દાન કરી છે અને હવે પત્ની અને પુત્ર સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.

રાકેશ સુરાનાના પત્ની અમેરિકામાં ભણેલા છે. આ પરિવારે ગુરુ મહેન્દ્ર સાગરજીમાંથી પ્રેરણા લઇને સાંસારિક જીવનનો ત્યાગ કરીને અધ્યાત્મનો માર્ગ અપનાવવાનુ નક્કી કર્યું છે. તેમની પત્નીએ પ્રાથમિક શિક્ષણ અમેરિકામાં કર્યુ ત્યારબાદ બેંગ્લોર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી કર્યો હતો. હવે આ દંપતી દીક્ષા લેવા જઈ રહ્યા છે. ઉપરાંત તેમનો દીકરો પવન પણ નાની ઉંમરે જ વૈરાગ્યના માર્ગ પર જવાનું નક્કી કરી ચૂક્યો છે.

રાકેશ સોનાણાંવેપારી છે. તેમણે દીક્ષા લેતા પહેલા પોતાની 11 કરોડની સંપત્તિ દાન કરી દીધી છે. તેઓ ઠાઠમાઠ ભર્યું જીવન જીવવાને બદલે આધ્યાત્મના માર્ગે જવાનું પસંદ કરી ચૂક્યા છે. તેઓ 22 મે ના રોજ જયપુરમાં દીક્ષા લેશે. રાકેશ સુરાનાએ જણાવ્યું હતું કે 2017માં તેમની માતાએ પણ દીક્ષા લીધી હતી. ઉપરાંત તેમની બહેને પણ દીક્ષા લીધી હતી. ત્યારે તેઓ પોતાના પત્ની અને 11 વર્ષના પુત્ર સાથે દીક્ષા લેશે.

રાકેશ સુરાના મધ્યપ્રદેશના બાલાઘાટમાં સોનાના વેપારી તરીકે ખુબ જાણીતા છે. પરંતુ તેમણે 11 કરોડની સંપત્તિનુ ગરીબો અને ગૌશાળામાં દાન કરી દીધુ છે. રાકેશ સુરાનાએ સોના ચાંદીના વેપાર કરી કરોડોની સંપત્તિ ભેગી કરી હતી. પરંતુ હવે તેઓ વર્ષોની કમાણીનું દાન કરી અને સાંસારિક જીવનનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવશે. આ દંપતિ અને તેમનો 11 વર્ષનો બાળક મોહ માયા છોડીને વૈરાગ્યના રસ્તે નીકળશે.

Leave a Reply

Your email address will not be published.