વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ભારતીય વિદ્યાર્થી સાથે અમેરિકામા થયુ એવુ કે જાણીને તમે ચોકી જશો

Uncategorized

આજના સમયમાં લોકો અભ્યાસ કરવા માટે અને નોકરી ધંધા માટે વિદેશ જાય છે. ઘણા બધા લોકો વિદેશ જઈ રહ્યા છે ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો ખાસ વાંચજો. ભારતીય વિદ્યાર્થીનું US વાળાએ ગળું દબાવ્યું છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડિયો જોઈને તમે પણ ગુસ્સે થઈ જશો.

વીડિયોમાં ગોરા ભારતીય યુવકને હેરાન કરી રહ્યા હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાનો વાયરલ વિડીયો જોઇને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ વીડિયોમાં ગોરાઓ દ્વારા એક ભારતીય મૂળના વિદ્યાર્થીનું ગળુ દબાવવામાં આવી રહ્યુ છે. વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહીથી પણ લોકો ગુસ્સે થયા છે.

સ્કૂલ વાળાએ ભારતીય વિદ્યાર્થીને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે. જ્યારે ગળું દબાવનારને માત્ર એક દિવસની સજા આપવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીનું ચાર મિનિટ સુધી ગળું દબાવ્યું હતું. યુવક ચાર મિનિટ સુધી તડપતો રહ્યો હતો. ગોરા વિદ્યાર્થીએ ભારતીય વિદ્યાર્થીને હેરાન કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટેક્સાસમાં કોપેલ મિડલ સ્કૂલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા મિત્રો દ્વારા ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં પીડિતને ગળું દબાવીને ધમકી આપવામાં આવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ભારતીય વિદ્યાર્થી બેન્ચ પર બેઠો છે. જ્યારે અન્ય વિદ્યાર્થી તેની પાસે આવીને બેન્ચ છોડીને જવા માટે કહે છે.

આ દરમિયાન ભારતીય વિદ્યાર્થી ઊભા થવાનો ઇન્કાર કરે છે. ત્યારે ગોરા વિદ્યાર્થીએ ગુસ્સે થઈને ભારતીય વિદ્યાર્થીનું ગળું દબાવ્યું હતું. વિદ્યાર્થી ચાર મિનિટ સુધી તડપતો રહ્યો હતો. ગળું દબાવીને તેને કોણીથી દબાવીને બેન્ચ પરથી નીચે પાડી દીધો હતો. આ ઘટનાને પગલે લોકો ગુસ્સે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની નિંદા કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીની માતાએ કહ્યું કે હું મારા બાળકની સલામતી અને આ બાબતે પગલાં ન લેવા બદલ શાળા બોર્ડ અને પોલીસ વિભાગ તરફથી મને જે સંદેશ મળી રહ્યો છે તે અંગે ખૂબ જ ચિંતિત છું. અમે ઈચ્છીએ છીએ કે દરેક બાળક સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. શાળામાં દાદાગીરી પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ઘટના જોઈને લોકો નિંદા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટ્વીટર પર આ વીડિયો ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. હકીકતમાં ગત 11 મેના રોજ લંચ દરમિયાન એક ભારતીય અમેરિકન વિદ્યાર્થી પર તેની મિડલ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા શારીરિક હુમલો કરવામાં આવ્યો અને તેનું ગળું દબાવવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં લોકો આ ભેદભાવને કારણે ગુસ્સે થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.