ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલા દાદીને પૌત્રી સ્વર્ગમાંથી પાછા લાવી, દાદી અને પૌત્રી વચ્ચેનો પ્રેમ જાણીને તમારી આંખમાંથી આંસુ આવી જશે

Story

આજના સમયમાં કેટલાક લોકો વૃદ્ધોને ઘરમાં રાખવા પણ તૈયાર નથી હોતા. કેટલાક લોકો ઘરડા માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દાદા દાદી માટે તો તેમના દીકરા કરતાં પણ પૌત્ર અને પૌત્રી એટલે કે દીકરાના દીકરા ખુબજ વ્હાલા હોય છે. ઉપરાંત દરેક બાળકોને પોતાના દાદા દાદી વ્હાલા હોય છે. ત્યાર હાલ દાદી અને પૌત્રીના પ્રેમનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમને રડાવી દેશે.

દોસ્તો, કહેવાય છે ને કે દરેક લોકોને મુદ્દલ કરતા વ્યાજ વધારે વહાલું હોય છે. એટલે કે વૃદ્ધોને પોતાના દીકરા કરતાં દીકરાના દીકરા વધારે વ્હાલા હોય છે. ત્યારે આ વાતને ખરી ઉતારે છે આ કિસ્સો. જેમાં દાદી અને પૌત્રીનો પ્રેમ દેખાય આવે છે. આ કિસ્સો પ્રિયંકા પવાર તરીકે ઓળખાતી મેકઅપ આર્ટિસ્ટ છે. જેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે રાતો રાત વાયરલ થઈ ગઇ છે.

પ્રિયંકા પવાર તરીકે ઓળખાતી મેક અપ આર્ટિસ્ટના દાદીનું ત્રણ વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે. ત્યારે દાદીને યાદ કરતા ભાવુક થયેલી પ્રિયંકા દાદીને સ્વર્ગમાંથી પાછા લઈ આવી. એટલે કે પ્રિયંકાએ પોતાના ચહેરા પર એવો મેકઅપ કર્યો કે જાણે તેના દાદીની આબેહૂબ પ્રતિકૃતિ લાગે. પ્રિયંકાએ પોતાની કળા દ્વારા તેનો દેખાવ બદલીને તેની દાદીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી છે.

આ વીડિયો તેમણે સોશિયલ મિડિયામાં શેર કર્યો છે. જે રાતો રાત વાયરલ થતા પ્રિયંકા ફેમસ થઈ ગઈ છે. પ્રિયંકાએ તેની દાદીનું સન્માન કરવા માટે પોતાના ચહેરાને બદલી નાખ્યો અને દાદીની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી દીધી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @makeupbypriyankapanwar પર વીડિયો શેર કર્યો અને ઈમોશનલ કેપ્શન લખ્યું કે આ મારા માટે છે મા.

દાદીમા 3 વર્ષથી વધુ સમયથી અમારી સાથે નથી. પરંતુ હું દરરોજ તેમને યાદ કરું છું. હું મારા દાદીને ખુબજ પ્રેમ કરું છું. તેઓ મને ખુબજ વ્હાલ કરતા હતા. જ્યારે હું કામ પર જતી ત્યારે હું તેને ગળે લગાવતી અને ચુંબન કરતી. જે દિવસે તે અમને છોડીને જતા રહ્યા ત્યારે સવારે મારે કામ પર જવાનું મોડું થતું હોવાથી હું ગળે મળ્યા વિના જતી રહી હતી. તેમણે મને કહ્યું કે દીકરા મારી પાસે આવજે પણ મને લાગ્યું કે મોડું થઈ રહ્યું છે.

ત્યારબાદ હું કામ પર જતી રહી પણ પછી મને અફસોસ થયો. હું દાદીને બસ એટલું જ કહુ છું તે દિવસે હું તેને ન મળી શકી તે માટે માફ કરશો. પ્રિયંકા કહે છે મારા દાદા દાદી અમારી સાથે જ રહેતા હતા. મને દાદી સાથે ખૂબ મજા આવતી હતી. હું એમને ખુબ યાદ કરું છું અને તેમની કમી કાયમ રહશે. મારા દાદી ખુબજ દયાળુ વ્યક્તિ હતા.

યુવતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. લખી લોકોએ આ વાયરલ વિડીયો જોયો છે આ વિડીયો જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા. વીડિયોમાં દાદી અને પૌત્રીનું પ્રેમ સ્પષ્ટ દેખાય આવે છે. યુવતી ખુબજ સારી આર્ટિસ્ટ છે. તેમણે પોતાના ચહેરા પર જે મેકઅપ કર્યો છે તે જોઈને બિલકુલ તેના દાદી જીવિત હોય તેવું જ લાગી રહ્યું છે.

આપણે સોશિયલ મીડિયામાં કેટલાક વિડીયો જોતા હોઈએ છીએ. પરંતુ આવા વિડીયો ખરેખર ભાવુક કરી દે છે. આ વિડીયો જોઈને કેટલાક લોકોએ ટિપ્પણીઓ પણ કરી છે. એક વ્યકિતએ કહ્યું કે આ ઈન્ટરનેટ પરનો સૌથી સુંદર વીડિયો છે. આ વીડિયો જોઈને હું ભાવુક થઈ ગયો. ખુબજ પ્રેમભાવ દેખાય છે આ વીડિયોમાં તો બીજા કોઈએ કહ્યું કે આ તમે છો મેમ વિશ્વાસ નથી આવતો. આ વીડિયોએ લોકોને ભાવુક કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published.