ખરેખર ઘોર કલિયુગ, નજીવી બાબતમાં દીકરાએ પિતાની ગળું દબાવી હત્યા કરી નાખી

Gujarat

દેશભરમાંથી અવાર નવાર ચોરી, લૂંટફાટ અને હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કેટલીકવાર તો એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં નજીકના સંબંધીઓ જ હત્યાનું કારણ બનતા હોય છે. આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે પણ કહેશો કે ખરેખર કળિયુગ આવી ગયું છે. ગુજરાતમાં એક કપાતર દીકરાએ પિતાનો જ જીવ લઇ લીધો છે. હત્યાના બનાવ વિશે જાણીને કાળજુ કંપી ઊઠશે.

ગુજરાતના દાહોદ જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેણે લોકોને હચમચાવી દીધા છે. કહેવાય છે કે દીકરાઓ ઘડપણમાં પિતાની લાકડી બને છે. પિતા અને પુત્રનો સંબંધ ખૂબ જ મહત્વનો હોય છે. તેઓ સુખ દુખમાં હંમેશા સાથે રહે છે. પિતા દીકરાની મોટી મૂંઝવણમાં પણ સાથ આપે છે. પરંતુ આજના સમયમાં કેટલાક દીકરાઓ પિતાનું ઋણ ચૂકવવાને બદલે તેમને હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે આ કિસ્સામાં તો તમામ હદો પાર થઈ ચૂકી છે. દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી છે.

ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢબારીયાના કેળકુવા ગામમાંથી ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ડંકીમાંથી પાણી ભરવા જેવી નજીવી બાબતને લઈને દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી. આ કિસ્સા વિશે જાણીને તમે કહેશો કે ઘોર કળીયુગ આવી ગયો છે. એક નાનકડી એવી બાબતને લઈને ગુસ્સે થયેલા દીકરાએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર હેંડપપમાંથી પાણી ભરવાની બાબતે દીકરા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલી હદ સુધી આગળ વધી ગયો કે દીકરાએ પિતાને ગડદાપાટુથી માર મારવાનું શરૂ કરી દીધું. જો કે પિતા પોતાના બચાવ માટે બૂમો પાડવા લાગ્યા હતા. ત્યારે સ્થાનિક તેને બચાવવાની કોશિશ કરતા તેમના દીકરાએ લોકોને વચ્ચે પડશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દીકરાએ તેના પિતાને માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. છતાં પણ સંતોષ ન થતાં ગળું દબાવી દીધું હતું. જેથી ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું. ત્યારબાદ દીકરો ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને યુવકને શોધવાની અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.