ગ્રીષ્મા હત્યાકાંડ અંગે મહત્વનુ અપડેટ, ફેનિલને ફાંસી આપવી કે નહિ તે અંગે હાઇકોર્ટ આ તારીખે આવશે ચુકાદો

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણીને ગત 5 મે ના રોજ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. આ સજાને યથાવત રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે પણ ચુકાદો સંભળાવી દીધો છે.

ગ્રીષ્મા હત્યા કેસમાં સુરતની સેશન્સ કોર્ટમાં ગત 5 મે ના રોજ ચુકાદો આવ્યો હતો. કોર્ટે આ હત્યાના બનાવને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી સજા સંભળાવી હતી. શ્લોક સાથે જજ વિમલએ આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે આ સજાને યથાવત રાખવા માટે સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટમાં ફાંસીની સજા યથાવત રાખવા માટે અરજી સ્વીકારવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યા કેસને લઇને હાલ મોટી જાહેરાત કરવામાં આવી છે. સુરત ગ્રીષ્મા હત્યા કેસમા દોષિત ફેનિલને ફાંસીની સજા યથાવત રાખવા માટે સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સરકારે ફાંસીની સજા યથાવત રાખવા માટે હાઇકોર્ટમાં અરજી કરી દીધી છે. ત્યારે હાઈકોર્ટે ફાંસીની સજા યથાવત રાખવાની અરજી સ્વીકારીને કેસ દાખલ કર્યો છે અને સરકારની અપીલને પગલે હાઇકોર્ટે આરોપી ફેનિલને નોટિસ ઇશ્યુ કરી છે. જો કે આગામી સુનાવણી હવે 28 જૂનના રોજ કરવામાં આવશે.

હાઇકોર્ટમાં સરકાર પક્ષ દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત આરોપીને ફાંસીની સજા યથાવત રાખવા માટે સજાના કન્ફર્મેશન માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે તેને સ્વીકારીને કેસ દાખલ કર્યો છે. સાથે અત્યારે ફેનિલને નોટિસ ઇશ્યુ કરી છે. ક્રિમિનલ કન્ફર્મેશન કેસમાં જ્યારે ફાંસીની સજા કરવામાં આવે છે ત્યારે હાઇકોર્ટનુ કન્ફર્મેશન જરૂરી બનતું હોય છે.

આવા સંજોગોમાં કન્ફર્મેશન માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે તે સ્વીકારીને કેસ દાખલ કર્યો છે. ત્યારે આ કેસ અંગે 28 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થશે. ત્યાં સુધીમાં શું રજૂઆત થાય છે તે મહત્વનું બની શકે છે. અગત્યનું છે કે હાઈ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખવા માટેની સરકાર પક્ષની અપીલ સ્વીકારી છે અને કેસ દાખલ કરવાની સાથે સાથે ફેનિલને નોટીસ ઈશ્યુ કરી છે.

ગ્રીષ્મા વેકરીયાની નિર્મમ હત્યા કરનાર આરોપી ફેનિલને ફાંસીની સજા ફાંસીની સજા થયેલા આરોપી સાથે લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે. અહીં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. ઉપરાંત પાકા કામના કેદીને અપાતો સફેદ ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે. લાજપોર જેલમાં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકેનો નંબર આપવામાં આવ્યો છે. જેથી હવે આરોપી ફેનિલ 2231 નંબરથી ઓળખાશે.

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર 21 વર્ષિય યુવતીની ગળુ કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું. જોકે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં તમામ પુરાવાના આધારે કોર્ટે 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી.

ત્યારબાદ સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટમાં ફાંસીની સજા યથાવત રાખવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે હાઇકોર્ટ દ્વારા ફાંસીની સજા યથાવત રાખવા માટેની સરકારની અરજી સ્વીકારવામાં આવી છે. ઉપરાંત આરોપી ફેનિલને નોટીસ ફટકારવામાં આવી છે. ત્યારે હવે આગામી 28 જુનના રોજ હાઇકોર્ટનો ચુકાદો આવશે. અગત્યનું છે કે હાઈકોર્ટે ફાંસીની સજા યથાવત રાખવાની સરકારની અરજી સ્વીકારી છે.

Leave a Reply

Your email address will not be published.