આ ગુજરાતી સિંગરે ઇંગ્લેન્ડની મહારાણી સામે ગયું ઢોલીડા ડોલ રે સિગાડ ગીત, ગરબો સાંભળીને ઇંગ્લેન્ડના મહારાણી પણ ઝૂમી ઉઠ્યા

Story

ગુજરાતમાં ઘણા બધા લોકો ગાયકો અને ગાયિકાઓ છે જેમને સાંભળવા માટે લોકો ઉત્સુક હોય છે. કેટલાક એવા સિંગરો છે જેમણે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ લોકોના દિલમાં જગ્યા બનાવીને ગુજરાતીનું ગૌરવ વધાર્યું છે. જે દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાય. ત્યારે આજે અમે તમને આવા જ એક લોકગાયિકા વિશે જણાવીશું.

ગુજરાતની કોકિલકંઠી કહેવાતી કિંજલ દવે વિદેશોમાં પણ એટલી જ પ્રખ્યાત છે, જેટલી ગુજરાતમાં છે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવી અને કચ્છી કોયલ તરીકે જાણિતા ગીતાબેન રબારી પણ વિદેશોમાં કાર્યક્રમ કરતા રહે છે અને પોતાના સુમધુર અવાજથી લોકોને ઝૂમાવતા રહે છે. ત્યારે હવે કચ્છની કોયલ તરીકે ઓળખાતા પ્રીતિ વરસાણીએ વિદેશીઓને ગરબા ઘેલા કરી દીધા છે.

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને ખેલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર ફિદા થયા હતા. મહારાણીની ઉપસ્થિતિમાં પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. ત્યારે તેમની સાથે 50 ખેલૈયા ઝુમી ઉઠયા હતા. પ્રીતિએ પોતાના કોકિલ કંઠથી વિદેશીઓને પણ ઝૂમતા કરી દીધા.

દરેક લોકોએ પ્રીતિના ખૂબ વખાણ કર્યા. ત્યારે હોલીવુડના સુપરસ્ટાર ટોમ ક્રુઝે આ અંગે ખુશી વ્યક્ત કરતા પ્રીતિના વખાણ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને પ્રીતિ તરફ સ્નેહની લાગણી દર્શાવી હતી. પ્રીતિએ આ તસવીર શેર કરતા ખુશી વ્યક્ત કરી હતી. હોલિવુડ કલાકારો એલન ટીચમાર્શે ગુજરાતી પહેરવેશ સાથે પાઘડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ વખાણ કર્યા હતા.

મહારાણીને બ્રિટેનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ થઈ રહ્યા છે ત્યારે અહી અતિભવ્ય અને સુંદર કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. ત્યારે ગુજરાતી સિંગર પ્રીતિ વરસાણીએ બ્રિટનની મહારાણીની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી સે ગુજરાતના ગરબાનું પરફોર્મન્સ આપ્યું હતું.

અત્રે ખાસ નોંધનીય વાત એ છે કે ચાર દિવસ ચાલેલા આ પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે મુળ ઈન્ડિયન હાલે લંડન એવા કચ્છની સિંગર પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શાહી પરીવાર તરફથી દુનિયાના ખ્યાતનામ ફેમસ લોકોને આ ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગુજરાતી સમાજના યંગ જનરેશનને કલા ક્ષેત્રે આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે. ત્યારે પ્રીતિ વરસાણીએ વિદેશીઓના દિલમાં જગ્યા બનાવી લીધી. ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે. આ ગીતનું જે રીતે વિદેશી ઓર્કેસ્ટાના કલાકારો એ કમ્પોઝ કર્યું છે. ચાર દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવ્યા. પ્રીતિએ આ ગીત ગાઈને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Leave a Reply

Your email address will not be published.