એક જ મહિનામા બીજી વાર LPG ગેસના ભાવમાં વધારો, જાણો આજે ગેસના બાટલાના કેટલા ભાવ વધારાયા

Gujarat

એક તરફ કેટલીક જગ્યાએ કામ ધંધામાં પણ મંદી ચાલી રહી છે. ત્યારે દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવને કારણે લોકો પહેલેથી જ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે એલપીજી ગેસના ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં મહિનામાં બે વાર વધારો થતાં જનતાને ફટકો લાગ્યો છે.

મીડિયા રિપોર્ટસ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા મે મહિનાની શરૂઆતમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે બીજીવાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં સામન્ય જનતાને મોંઘવારીનો ફટકો લાગ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે વધતી જતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે હાલ ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 8 રૂપિયાનો વધારો થયો છે. જેથી આજથી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરનો ભાવ 2354 રૂપિયા થયો છે. જ્યારે કોલકાતામાં 2454 અને મુંબઈમાં 2306 રૂપિયામાં મળશે. જો કે આ પહેલા 7 મે ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમા 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ગુરુવારે રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યા બાદ દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડર 1003 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 1029 અને ચેન્નઈમાં 1018.5 રૂપિયામાં મળશે. આ પહેલા પણ મે મહિનાની શરૂઆતમાં રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે મહિનામાં બીજીવાર ભાવ વધારો થતાં લોકોના બજેટ ખોરવાયા છે.

થોડા સમય પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે હાલ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ એવા ગેસ સિલિન્ડરના ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે ગેસ સિલિન્ડરના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. પહેલી એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમા 250 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે 1 માર્ચે એલપીજી સિલિન્ડરમાં 105 રૂપિયાનો વધારો થયો હતો. આમ છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો થતાં ભાવ આસમાને પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.