નક્ષત્ર અને ભરડી વાક્યો પરથી વરસાદની આગાહી, જાણો ક્યા નક્ષત્રમા કેવો રહેશે વરસાદ

Weather

દેશભરમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. હવામાન વિભાગે પણ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલા દસ્તક આપશે તેવી આગાહી કરી છે. ઉપરાંત જુનના મહિનાની શરૂઆતમાં જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે તેવી શક્યતા દર્શાવી છે. ત્યારે નક્ષત્રોનું પણ વરસાદ અંગે ખૂબ જ મહત્વ હોય છે. આ દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ નક્ષત્રને આધારે ક્યારે અને કેવો વરસાદ થશે તેવી આગાહી આપી છે.

હવામાન શાસ્ત્રીઓ પ્રાચીન ભડલીવાક્યો પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. ભડલી વાક્ય પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ચોમાસું શરૂ થાય તે પહેલાનું એક પ્રખ્યાત વાક્ય છે અગ્નિ ગળતાં અન્નનો નાશ, રેવતી ગળતાં નવ જળ આશ, ભરતી નાશ તૃણનો સહી, વરસે જો કદી કૃતિકા નહીં.

ભડલી વાક્યોમાં નક્ષત્રની વાત કરવામાં આવી છે. ભડલી વાક્યની આ કહેવાનો અર્થ થાય છે કે અશ્વિની નક્ષત્રમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય છે. જો રેવતી નક્ષત્રમાં વરસાદ પડે તો પાણીની નવ જળ આશ એટલે કે પાણીની આશા રાખવી નહીં. ભરણી નક્ષત્રની વાત કરીએ તો આ નક્ષત્રમાં વરસાદ પડે તો અન્નનો નાશ થઈ જાય છે અને જો કૃત્તિકા નક્ષત્રમાં છાંટા ન પડે તો ખૂબ જ ખરાબ ફળ મળે તેવું કહેવાય છે.

કૃત્તિકા નક્ષત્રની વાત કરીએ તો 10 મે થી 23 મે દરમિયાન સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેલો હોય છે. એટલે કે હાલ કૃતિકા નક્ષત્ર ચાલે છે. કૃતિકા નક્ષત્ર બાબતે એવું કહેવાય છે કે જો આ નક્ષત્ર દરમિયાન વરસાદ પડે તો સારા વરસાદના સંકેતો હોય છે. 23 મે સુધી આ નક્ષત્ર ચાલે છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થાય છે. કહેવાય છે કૃતિકા નક્ષત્રના છાંટા કલ્યાણકારી હોય છે. જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો તેની પછીના ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે.

જો ભરણી નક્ષત્રની વાત કરવામાં આવે તો આ અંગે પ્રખ્યાત કહેવત પણ છે. જો વરસે ભરણી તો નાર મેલે પરણી. જેનો અર્થ થાય છે, ભરણી નક્ષત્રમાં વરસાદ થાય છે તો ભયંકર દુષ્કાળ પડે છે. નાલ મે પરણી એટલે કે ખુદ સ્વામી પણ સ્ત્રીને છોડીને જતો રહે છે. કહેવાય છે કે ભરણી નક્ષત્રમાં વરસાદ પડે તો તે ખુબજ ખરાબ ગણાય છે. પરંતુ જો કૃત્તિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો ઝબકારો થાય તો પણ આગળના ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે.

નક્ષત્રની વાત કરીએ તો 10 મે થી 23 મે દરમિયાન સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેલો હોય છે. કૃત્તિકા નક્ષત્રમાં વરસાદ અંગે વાત કરીએ તો ગુજરાતના અમરેલી જિલ્લામાં કૃતિકા નક્ષત્ર દરમિયાન વરસાદ થયો હતો. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કૃતિકા નક્ષત્ર દરમિયાન વરસાદ થયો હોવાથી ત્યાં સારા વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે.

ભડલી વાક્યો છે કે શુક્રવારી જો વાદળી, રહે શનિશ્વર છાય, ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા. જેનો અર્થ થાય છે શુક્રવારના દિવસે વાદળ હોય અને શનિવાર સુધી આકાશમાં છવાયેલા રહે તો વરસાદ પડ્યા વગર ના રહે. આ ઉપરાંત કહેવાય છે કે પિત્તળ કાંસા લો, જે દિન કાળપ હોય, ભડલી તો તું જાણજે, જળધર આવે સોય. જેનો અર્થ થાય છે પિત્તળ અને કાંસાના વાસણો કાળાં પડવા માંડે અને લોઢુ કટાવા લાગે તો વરસાદ આવવાની તૈયારીમાં હોય છે.

હોય પાણી કળશ્યે ગરમ, ઈંડાળી કીડી દિસે તો વરશા બહુ થાય. જેનો અર્થ થાય છે પીવાનું પાણી કળશમાં ગરમ થઈ જાય, ચકલીઓ પાંખો ફફડાવીને ધૂળમાં ન્હાવા લાગે અને કીડીઓ ઈંડા લઈને દોડતી દેખાય તો તેને વરસાદ આવવાના સંકેતો ગણવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભડલી વાક્યો પરથી વરસાદ ક્યારે અને કેવો આવશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.

વરસાદને લઈને અંબાલાલ પટેલે અગત્યની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂન બાદ વાવણી લાયક વરસાદ થશે. જો કે 24 મે આસપાસ રાજ્યમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. જેથી પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. જો કે ચોમાસા પહેલા દરિયા કિનારાના વિસ્તારોમાં ચક્રવાતનું જોખમ પણ ઊભું થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભીમ અગિયારસ સુધીમાં વરસાદ ભુકા કાઢશે. જેથી વાવણી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.