ગુજરાતમા પ્રિ મોન્સૂનની તૈયારીઓ શરૂ, મામલતદારને પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા આદેશ અપાયા

Weather

દેશભરમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. લોકો ગરમીથી છુટકારો મેળવવા માંગે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ પ્રિ મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ વરસાદનું આગમન થઇ શકે છે.

સામાન્ય રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે. આ વર્ષે કેરળમાં 27 મેના રોજ ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધતા જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ ગુજરાત સુધી પહોંચી જશે. ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિમોન્સૂન પ્લાન તૈયાર કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિવૃષ્ટિ કે વાવાઝોડા સમયે ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર રાખવા માટે સૂચનો કરાયા છે.

આ ઉપરાંત 1 જૂનથી દરેક તાલુકામાં ડિઝાસ્ટર કચેરીઓ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં ચોમાસામાં કોઈપણ પ્રકારની હોનારત માટે સજ્જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. આ બેઠક મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ નિવાસી કલેકટર શિવરાજ ગિલ્વાના અધ્યક્ષ હેઠળ યોજાઈ હતી. જેમાં પ્રિ મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં થોડા સમયમાં પ્રિમોન્સૂન વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે. ત્યારે મહેસાણામાં યોજાયેલી આ બેઠકમાં ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોને ઉતારી પાડવા, ઉપરાંત આપત્તી સર્જક વીજ થાંભલાઓને હટાવી દેવા માટે સૂચના આપવામાં આવી છે. ચોમાસાની શરૂઆતથી જ વાવાઝોડાનો ખતરો રહેતો હોય છે. જેથી વાવાઝોડામાં ધરાશાયી થાય તેવા વૃક્ષોનો નિકાલ કરવા અને કેનાલ સફાઈ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આ બેઠકમાં મામલતદારોને પ્રિ મોન્સૂન પ્લાન તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.વાવાઝોડા અને અતિવૃષ્ટિના ખતરાને કારણે આપત્તિ વ્યવસ્થા કેન્દ્રો શરૂ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. જે 24 કલાક કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા અંગે સૂચના આપવામાં આવી છે. મહેસાણામાં યોજાયેલી આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.એન. પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રિ મોન્સૂન પ્લાનમાં 1 જૂનથી દરેક તાલુકાઓમાં કંટ્રોલરૂમ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જર્જરિત મકાનને પાડવા તથા ભયજનક વીજળીના થાંભલાને દૂર કરવા અને આપત્તિજનક વૃક્ષોને દૂર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. અતિવૃષ્ટિને ધ્યાનમાં રાખીને તરવૈયાઓની પણ યાદી બનાવવા તથા પીવાનું પાણી અને અનાજ વિતરણની વ્યવસ્થા કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે 15 જૂન બાદ રાજ્યમાં ચોમાસુ દસ્તક આપે છે. ત્યારે આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. તેથી અત્યારથી જ પ્રિમોન્સૂન પ્લાન બનાવવા અંગે સૂચના આપવામાં આવી છે. દર વર્ષે જર્જરિત મકાન અને તથા વૃક્ષો પડવાના કારણે જાનહાનિના કિસ્સા બને છે. જેથી આ વર્ષે તકેદારીના ભાગરૂપે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે જર્જરિત મકાન, ભયજનક થાંભલા અને વૃક્ષોને દૂર કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

દેશભરમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થતો જાય છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ બફારો હજુ પણ યથાવત છે. જેથી હવે વરસાદની રાહ જોવાઇ રહી છે. જો કે હવામાન વિભાગે જૂન મહિનાની શરૂઆત થતાં જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી કરી છે. જેથી હાલ પ્રિ મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.