શિક્ષકના દિકરાથી ખૌફનાક ડોન બનવા સુધીની કહાની, માત્ર 16 વર્ષની ઉંમરે ઉભી કરી દીધી પોતાની ગેંગ

Story

નાની ઉંમરે બાળકો ભણવામાં ધ્યાન આપે છે. પરંતુ આજના સમયમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા છોકરા એવા પણ હોય છે જે ભણવાની ઉંમરે અવળા રસ્તે ચડી જતા હોય છે. ત્યારબાદ નાની ઉંમરમાં જ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા લાગે છે અને ધીમે ધીમે ગેંગસ્ટર બની જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા ગેંગસ્ટરની કહાની વાયરલ થઈ છે જેણે 20 વર્ષની ઉંમરે જ ગુનાની દુનિયામાં મોટું નામ બનાવી લીધું હતું.

આ કહાની છે ઉજ્જૈનના દુર્લભ કશ્યપની. જેણે માત્ર 16 વર્ષની ઉંમરમાં પોતાની ગેંગ બનાવી લીધી હતી અને 20 વર્ષે તો ગુનાની દુનિયામાં નામ કમાવી લીધું હતું. દુર્લભ કશ્યપના નામથી શહેરમાં બધા લોકો ફ્ફડવા લાગતા. આ ઉપરાંત તેણે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર પણ લખ્યું હતું કે કોઈ પણ પ્રકારના વિવાદના સમાધાન માટે સંપર્ક કરો. નાની ઉંમરમા જ દુર્લભે એવી ગુનાહિત પ્રવૃતિઓ શરૂ કરી હતી કે તમે કલ્પના પણ ના કરી હોય.

ઉજ્જૈનના દુર્લભ કશ્યપથી આખું શહેર ફફડતું હતું. ત્યારે આ ગેંગસ્ટરની કહાની સાંભળીને તમારા રુંવાડા બેઠા થઈ જશે. 20 વર્ષનો દુર્લભ દેખાવે ખૂબ જ પાતળો હતો. તેના માથા પર તિલક અને આંખમાં કાજલ રહેતી હતી. ઉપરાંત તે ખભા પર ગમછા પહેરતો હતો. તેમાં કપડા અને તેના દેખાવને કારણે પણ તેની અલગ ઓળખ હતી.

આ યુવકે નાની ઉંમરમાં જ ગુનાહીત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. 16 વર્ષની નાનકડી ઉંમરમાં તો તેણે પોતાની ગેંગ બનાવી લીધી હતી. દુર્લભ બિલાડીઓને ખૂબ જ ચાહતો હતો. કેટલીક વખત તેની સાથે બિલાડી પણ જોવા મળતી હતી. આ યુવકે 16 વર્ષની વયે ભણવાને બદલે ગુનાહિત પ્રવૃત્તિ કરી પોતાની ગેંગ બનાવી લીધી હતી. દુર્લભની કહાની વેબ સિરીજમાં જોવા મળતી ગેંગસ્ટરની કહાની જેવી છે.

જો કે આ યુવક તેની રહેણી કહેણી અને પહેરવાની સ્ટાઈલને કારણે યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય હતો. જેથી ઘણા બધા યુવકો તેમને ફોલો કરતા હતા. દુર્લભના પિતાનું નામ મનોજ કશ્યપ છે. તે જીવાજીગંજના રહેવાસી છે. દુર્લભના માતા ઉજ્જૈનની એક શાળામાં શિક્ષક તરીકે પણ રહી ચૂકેલા છે. દુર્લભનો જન્મ વર્ષ 2000 માં ઉજ્જૈનમાં થયો હતો.

દુર્લભના પિતા વ્યવસાયએ વેપારી હતા. જ્યારે માતા શિક્ષક હતા. દુર્લભના પિતાની એવી ઇચ્છા હતી કે તેમનો દીકરો મોટો થઈને તેના વ્યવસાયમાં ઘણી મદદ કરશે. પરંતુ દુર્લભે ગુનાહિત પ્રવૃત્તિ કરીને ગુનાની દુનિયામાં ઘણું મોટું નામ કમાવ્યુ. ગુન્હાની દુનિયામાં તે ખૂબ જ લોકપ્રિય હતો. આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પણ ખુબજ એક્ટિવ રહેતો હતો.

દુર્લભ પોતાની ગેંગનો પ્રચાર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત દુર્લભે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાને એક કુખ્યાત બદમાશ અને જાણીતા ગુનેગાર તરીકે લખ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તે સોશિયલ મીડિયામાં ગુનાહિત પોસ્ટ લખતો હતો અને તેના ગુન્હાની જાહેરાત કરતો હતો.

દુર્લભની લાઇફ સ્ટાઈલ અને તેની રહેણી કહેણીથી પ્રભાવિત થઇ અને યુવકો તેની ગેંગમાં જોડાયા હતા. 16 વર્ષની નાનકડી ઉંમરે જ તેણે પોતાની ગેંગ બનાવી લીધી હતી. દુર્લભની ટીમમાં 100 કરતા વધારે યુવકો જોડાયા હતા. તેઓ ખંડણી અને લૂંટ જેવા ગુનાઓ કરતા હતા. દુર્લભ પોતાના જ કામ માટે સોપારી લેવા માટે સોશિયલ મીડિયા પર જાહેરાત આપી હતી.

આ સમાચાર પોલીસ સુધી પહોંચતાં એસપી સચિન અતુલકરે 2018 માં દુર્લભ કશ્યપની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. સાથે 25 કરતાં વધારે છોકરાઓની ધરપકડ કરી હતી. પરંતુ કોરોના મહામારી દરમ્યાન 2019માં દુર્લભને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે જે બીજાનું ખરાબ કરે છે તેની સાથે કોઈને કોઈ રીતે ખરાબ થાય છે.આવું જ દુર્લભ શબ્દ સાથે થયું.

6 ડિસેમ્બર 2020 ના રોજ ચાની દુકાન પર અન્ય ગેંગ સાથે દુર્લભનો વિવાદ થયો હતો. આ દરમિયાન બંદૂકમાંથી ગોળીઓ ચાલી હતી અને છરીથી પ્રહાર થયા હતા. જેમાં દુર્લભને ખૂબ જ દુખદ મોત મળ્યું. શહેરના કુખ્યાત શાહનવાઝ અને શાદાબે 25 થી વધુ છરીના ઘા ઝીંકીને દુર્લભને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તે દુનિયામાં નથી પરંતુ તેનું નામ હજુ પણ એક ગેંગસ્ટર તરીકે પ્રખ્યાત છે. દુર્લભે નાની ઉંમરે ગેંગસ્ટરની દુનિયામાં મોટું નામ કમાવી લીધું. પરંતુ તેને ખૂબ જ ખરાબ રીતે મોત મળ્યું.

Leave a Reply

Your email address will not be published.