10 સમ્પ્ટેમ્બર,1964 ના રોજ એક બાળકનો જન્મ થયો હતો. અંગ્રેજી શીખવા માટે તેણે નવ વર્ષ સુધી ગાઈડનું કામ કર્યું. પાંચમા ધોરણની અંદર બે વાર નાપાસ થયો. આઠમા ધોરણમાં ત્રણ વાર નાપાસ થયો. આગળ જતા કોલેજની એન્ટર્સ પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થયો. હાર્વડ યુનિવર્સીટીમાં દસ વાર એપ્લાય કર્યું તો દસે દસ વાર રિજેક્ટ કરવામાં આવ્યો.
પહેલા ધોરણથી કોલેજ સુધીમાં તે વ્યક્તિ કુલ 24 વાર નાપાસ થયો. કોલેજની પરીક્ષામાં 120 માંથી માત્ર એક માર્ક આવ્યો. બીજી વાર પરીક્ષા આપી તો 19 માર્ક્સ જ આવ્યા. ત્રીજી વાર પરીક્ષા આપી તો 18 માર્ક્સ જ આવ્યા.
પછી તેણે નોકરી કરવાનું નક્કી કર્યું. નોકરી માટે ત્રીસ ઇન્ટરવ્યૂ આપ્યા પરંતુ બધા જ ઇન્ટરવ્યૂ નિષ્ફ્ળ રહ્યા અને નોકરી મળી નહીં. પછી તેણે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું નક્કી કર્યું. પરંતુ તેની ઊંચાઈ ઓછી હોવાને લીધે તેને પોલીસની નોકરી ન આપી. આ વચ્ચે 1986 મા તેના શહેરમા KFC ની શોપ ખુલી.
આ વ્યક્તિએ તેમા એપ્લાય કરવાનુ વિચાર્યું. ચોવીસ લોકોએ આ નોકરી માટે એપ્લાય કર્યું હતુ. તેમાથી 23 લોકો સિલેક્ટ થયા પરંતુ આ વ્યક્તિને ત્યા પણ નોકરી ના મળી. આટલી આટલી નિષ્ફ્ળતાઓ મળ્યા પછી કોઈ પણ વ્યક્તિ ભાંગી પડે. પરંતુ આ વ્યક્તિએ હાર ના મણિ અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો.
પહેલા ધોરણની લઈને કોલેજ પુરી કરી ત્યાં સુધી આ વ્યક્તિ કુલ 24 વાર નાપાસ થયો હતો. આજે આ વ્યક્તિની વાર્ષિક આવક 40 બિલિયન ડોલર છે. આજે આ વ્યક્તિને ચાઈના સૌથી ધનવાન વ્યક્તિ અને એશિયાન બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ અલીબાબા ગ્રુપના માલિક જેક મા છે.