ઊંચા કોટડામા આજે પણ સાક્ષાત બિરાજે છે ચામુંડા માતા, કાળીયા ભીલને આપ્યા હતા સતના પરચા

Religious

ભારત એ ધર્મ અને ભક્તિનો દેશ છે. અહીં ઘણા બધા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માતા ચામુંડા આજે પણ હાજર હજુર છે. માતા ચામુંડા આજે પણ પરચા પુરે છે. મા ચામુંડા આ ધામમાં ભક્તો પુરી શ્રધ્ધાથી પૂજા અર્ચના કરે છે.

કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર આવેલા કોટડા ધામમા માં ચામુંડા બિરાજે છે. ભક્તો દૂર દૂરથી મા ચામુંડાના દર્શન કરવા આવે છે. માતા ચામુંડા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે ઉંચા કોટડામાં ચામુંડા માતા સાક્ષાત બિરાજે છે અને તેઓ આજે પણ સતના પરચા પુરે છે. માતા ચામુંડાના આ ધામ સાથે એક ઇતિહાસ પણ જોડાયેલો છે.

કહેવાય છે કે હજારો વર્ષો પૂર્વે મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ બંને મા ચામુંડાના ભક્ત હતા. તેઓ પુરી શ્રધ્ધાથી માતાની ભક્તિ કરતા હતા. ત્યારે તેમની ભક્તિથી પ્રભાવિત થઈ માતા ચામુંડા પ્રસન્ન થયા હતા. જહાજી ભીલ માલઢોર રાખતા હતા. એકવાર દુષ્કાળ પડતા પાણી અને બીજી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી. જેથી જહાજી ભીલને તેમના માલઢોરની ચિંતા થવા લાગી હતી.

ત્યારે ચિંતિત થયેલા માતાના ભક્ત જહાજી ભીલે માતાજીને આ સમસ્યામાંથી નીકળવાનો ઉપાય બતાવવા પ્રાર્થના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને તેમને દરિયાકાંઠા બાજુ જવા માટે કહ્યું હતું. માતાની આજ્ઞાથી જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર આવેલા કોટડા આવ્યા હતા. જ્યાં આજે માં ચામુંડા બિરાજે છે.

કોટડા આવીને જહાજી ભીલે અહીં માતાજીનું સ્થાનક બનાવ્યું હતું અને દરરોજ માતાજીની પૂજા અર્ચના કરતા હતા. પરંતુ જહાજી ભીલના ઘરે શેર માટીની ખોટ હતી. જેથી તેમણે માતાજીને પ્રાર્થના કરી હતી. માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ થોડા સમયમાં જ તેમના ઘરે પારણું બંધાયું અને પુત્રનો જન્મ થયો.

માતાજીની કૃપાથી ઘરે દીકરાનો જન્મ થતાં પુત્રનું નામ કાળીયો ભીલ રાખવામાં આવ્યું હતું. માતાજીએ કાળિયા ભીલને પણ ઘણા બધા પરચાઓ આપ્યા હતા. ઉંચા કોટડામા માતા ચામુંડા આજે પણ હાજરા હજુર છે. માતાના ધામમાં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ઉચા કોટડા ધામ ખૂબ જ રમણીય છે. જેથી તે એક ફરવા લાયક સ્થળ બની ગયું છે. લોકો અહીં માતાના દર્શન કરવા આવે છે અને કેટલીકવાર માનતા પણ રાખે છે. માતા તેના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.