મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે મોટો ઘટાડો

India

હાલ દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં લોકોના બજેટ ખોરવાયા છે. ત્યારે આ મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જો કે એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ જલ્દીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવો સરકારનો પ્લાન છે.

સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટાડવાની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર 20% ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલ-ડીઝલ 1 એપ્રિલ 2023 થી કેટલાક પેટ્રોલ પંપ પર મળી રહેશે. વધતી જતી પેટ્રોલ ડીઝલની કિંમતને કારણે સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ડીઝલના વપરાશ પર ભાર આપ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં થતા વધારાને કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. ત્યારે સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થાય તે માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્ય આંક્યુ છે. જો કે આ પહેલા 2030 સુધીમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થાય તેવી શક્યતા હતી જ્યારે હવે જલ્દીથી લોકોને સસ્તું પેટ્રોલ મળશે.

વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવને કારણે લોકોના ખિસ્સા ખાલી થયા છે. ત્યારે જો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આવશે તો લોકોને મોંઘવારીથી છુટકારો મળશે. મહત્વનું છે કે ઇથેનોલની કિંમત માત્ર 62 રૂપિયા પ્રતિ લીટર હશે. મોંઘવારીમાંથી લોકોને રાહત મળે એ માટે ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલનું વેચાણ કરવામાં આવશે. સરકાર દ્વારા દેશમાં ઇથેનોલનું ઉત્પાદન વધારવામાં આવશે.આ ઉપરાંત સરકાર ગ્રીન હાઈડ્રોજન પર પણ ફોકસ વધારશે.

સરકાર અનાજ તથા અન્ય કચરામાંથી ઇથેનોલ બનાવવાની યોજના બનાવી રહી છે. જેથી તેના પ્રમાણમાં વધારો થાય અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી લોકોને મોંઘવારીથી રાહત મળે. દેશમાં દરરોજ 6 કરોડ લોકો પેટ્રોલ પંપ જાય છે અને દરરોજ 50 લાખ બેરલનો વપરાશ થાય છે. ત્યારે જો તેલની કિંમતમાં ઘટાડો થશે તો જ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

સરકાર દ્વારા 20 ટકા ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલ ડીઝલનું કેટલાક પસંદગીના પેટ્રોલ પંપ પર વેચાણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ડીઝલ શરૂઆતમાં પસંદગીના પેટ્રોલ પંપ પર જ ઉપલબ્ધ રહેશે. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ડીઝલના ઉપયોગથી લોકોને મોંઘવારીથી પણ રાહત મળશે. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે અગત્યનું બીડું હાથ ધર્યું છે.

Leave a Reply

Your email address will not be published.