રોહિણી નક્ષત્રના આધારે અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમા થશે આંધી વંટોળ સાથે વરસાદ

Weather

દેશભરમાં ગરમી અને બફારો થઈ રહ્યો છે. લોકો હવે વરસાદ જલદીથી આવે તેવી આશ રાખીને બેઠા છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નક્ષત્રને આધારે અગત્યની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રોહિણી નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ આવશે. જે મુજબ આગામી 24 મેના રોજ વરસાદનું જોર રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રોહિણી નક્ષત્રમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ થશે. ઉપરાંત 4 જૂન સુધીમાં એક હળવું હવાનું દબાણ સર્જશે. જેના ભાગરૂપે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. આ સાથે જ સાર્વત્રિક રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. જો કે 15 જૂન સુધી હલવો વરસાદ પડશે. ત્યારબાદ વાવણી લાયક વરસાદ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂન આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના એક ચક્રવાત આવશે જેથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે 27 મે આસપાસ કેરળમાં ચોમાસુ દસ્તક આપશે. ત્યારબાદ ધીમે ધીમે આગળ વધતા 10 જૂન સુધીમાં ગુજરાત પહોંચી જશે. કેરળમાં નિયત સમય કરતાં વહેલા ચોમાસુ પધારશે જેથી ગુજરાતમાં પણ નિર્ધારિત સમય કરતાં વહેલા ચોમાસાનું આગમન થશે. એટલે કે ખેડૂતો વહેલા વાવણી કરી શકશે.

પ્રિ મોન્સુન એક્ટિવિટીની વાત કરીએ તો આંદમાન નિકોબાર સુધી ચોમાસુ પહોંચી ગયું છે. જે 27 મે સુધી કેરળ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. જે બાદ મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશના દરેક ભાગમાં ચોમાસાનું આગમન થશે. આમ ચોમસુ નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચી જશે. જો કે કચ્છમાં ચોમાસુ ક્યારે બેસે તેના હજુ સુધી કોઈ અણસાર નથી.

ગત વર્ષે આંદમાન નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. ત્યારે આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે. જેથી સત્તાવાર ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચી જશે. જો કે ચોમાસુ વહેલા શરૂ થતાં ખેડૂતો વહેલા વાવણી કરી શકશે. જેથી પાક પણ સારો થાય તેવી શક્યતા છે. હાલ ચોમાસાના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.