ચોમાસા પહેલા દેશના આ વિસ્તારમાં વાવાઝોડાએ તબાહી સર્જી, ભયંકર પૂરના કારણે 57 લોકોના મોત

India

ગુજરાતમાં સૂર્યના આકરા પ્રહારથી લોકો ત્રાસી ગયા છે અને મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ચોમાસા પહેલા જ દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટકમાં વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોમાં તબાહી મચી ગઇ છે.

ભારે વરસાદને કારણે પૂર આવતા 57 લોકોના મોત થયા છે. તો વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. ચોમાસા પહેલા જ હોનારત જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. આસામમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. અહી બ્રહ્મપુત્રા નદીમાં પૂર આવતા વિનાશ સર્જાયો છે.

દેશના કેટલાક ભાગોમાં લોકો ગરમીથી હેરાન થઈ રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પૂરે કહેર મચાવ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટકમાં શુક્રવારે વીજળી સાથે વરસાદ થતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 16 જિલ્લામાં ભારે વરસાદ થતાં 33 લોકોના મોત થયા હતા. પૂરને કારણે 7 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે.

દેશના કેટલાક વિસ્તારોમાં હિટવેવના કારણે લોકો પરેશાન થઈ થયા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિએ કહેર મચાવ્યો છે. આ હોનારત જેવી સ્થિતિને કારણે ખેડૂતોનો પાક પણ નાશ પામ્યો છે. ચોમાસા પહેલા થયેલા ભારે વરસાદે કેટલાક લોકોને પાયમાલ કરી નાખ્યાં છે. આ સ્થિતિમાં રેલવે ટ્રેક લોકો માટે આશ્રય સ્વરૂપ બન્યા હતા.

આસામમાં પૂરની સ્થિતિ સર્જાતા 7 લાખ કરતાં વધારે લોકો બેઘર થયા છે. પૂરમાં અસરગ્રસ્ત થયેલા 500 જેટલા પરિવારને રેલવે ટ્રેક પર આશરો મળ્યો છે. આ દુર્ઘટનામાં બિહારના 16 જિલ્લાના 33 લોકોના મોત થયા છે. ત્યારે સીએમ નીતીશ કુમારે દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે રવિવારે વાવાઝોડા સાથે હળવો વરસાદ થઈ શકે છે. એટલે કે પ્રિ મોન્સુન એક્તિવિટી શરૂ થઈ ચૂકી છે. કર્ણાટકમાં કેટલાક વિસ્તારોમા ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતા. ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી NDRF ની ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે. આસામમાં આવેલા પૂરને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે તો કેટલાક લોકો બેઘર થયા છે.

Leave a Reply

Your email address will not be published.