લ્યો આ તો લોટરી લાગી ગઈ, પેટ્રોલ ડીઝલ બાદ હવે આ વસ્તુના ભાવમા પણ મોટો ઘટાડો

India

દેશની સામાન્ય જનતાને એક દિવસમાં બે મોટી ખુશખબરી મળી છે. મોદી સરકારે સામાન્ય જનતાને રાહત આપતા કહ્યું છે કે, તેમણે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી દીધી છે. જેથી પેટ્રોલના ભાવમા પ્રતિ લિટર 9.5 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલ પણ 7 રૂપિયા સસ્તું થયું છે. જે આજ રાતથી જ લાગુ થશે.

ત્યારે આ કે તો એક જ દિવસમાં બીજીવાર રાહતના સમાચાર આવ્યા છે. જે જાણીને લોકોને રાહત થશે. આજના બીજા મોટા સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ ગ્રાહકોને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી મળતી રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ટ્વિટમાં કહ્યું કે આનાથી માતાઓ અને બહેનોને ઘણી મદદ મળશે. જો કે તેનાથી સરકાર પર વાર્ષિક આશરે 6100 કરોડ રૂપિયાનો બોજ પડશે. 19 મેના રોજ એલપીજી ઘરેલુ ગેસ સિલિન્ડરમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે સામાન્ય માણસ માટે 14.2 કિલોનો સિલિન્ડર 1000 રૂપિયાથી વધુ પહોંચી ગયો હતો.

આ પહેલા 7 મેના રોજ સરકારે ઘરેલુ એલપીજીમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે એક મહિનામાં બે વાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ વધારા ઉપરાંત કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં 3.50 રૂપિયાનો વધારો થયા બાદ નવી દિલ્હી અને મુંબઈમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1003 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 1029 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ચેન્નઈમાં ગેસ સિલિન્ડરની કિંમત 1018.5 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આ દરમિયાન 200 રૂપિયાની સબસિડીવાળા ગેસ સિલિન્ડરને કારણે ગ્રાહકોને માટે મોટી રાહત મળશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ ગ્રાહકોને હવે સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી મળશે. આ સબસિડી વાર્ષિક 12 સિલિન્ડર સુધી મળતી રહેશે. જેથી લોકોને મોંઘવારીથી છુટકારો મળશે.

Leave a Reply

Your email address will not be published.