કેરળમાં વરસાદની જોરદાર એન્ટ્રી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

Weather

એક તરફ દેશના અનેક વિસ્તારોની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ કેરળમાં વરસાદે દસ્તક દીધી છે. છેલ્લા ચાર દિવસથી કેરળમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દરમિયાન ભારે વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગે દ્વારા કેરળના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા તિરુવન્તમપુરમ અને કલ્લોલને બાદ કરતા કેરળના બાકીના તમામ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામ આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી કેરળમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. નિર્ધારિત સમય કરતા કેરળમાં વહેલું ચોમાસુ બેસતા મુખ્યમંત્રી પિંરાઈ વિજયને પણ અધિકારીઓને તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવા આદેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ અરબ સાગરમાં થઇ રહેલી પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળમાં વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 27 મે ની આસપાસ કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. આપણે જણાવી દઈએ કે સામાન્ય રીતે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચોમાસુ બેસ્ટ હોય છે. ત્યારે આ વર્ષે ચોમાસુ થોડું વહેલું બેસશે.

કેરળમાં ચોમાસુ પેસ્યા બાદ ક્રમશઃ આગળના રાજ્યો તરફ ચોમાસુ આગળ વધે છે. મહારષ્ટ્રમાં 15 જુનની આસપાસ ચોમાસુ બેસ્યા બાદ 20 જૂન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશે તેવું હવામાનના જાણકારોનું માનવું છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાનો અંત આવશે તેવું અળદ અલગ હવામાન શાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.