દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધતી જાય છે. માર્ગ અકસ્માતમાં દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. કેટલીકવાર તો એકસાથે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. હાલ આવી જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે ટ્રક અને કાર વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં ત્રણેય વાહનો બળીને રાખ થઈ ગયા છે. ઉપરાંત ત્રણ લોકોની લાશ સામે આવી છે જ્યારે હજુપણ 6 ના મોતનું આશંકા છે.
ગોઝારા અકસ્માતની આ ઘટના મોડાસાના આલમપુરમા બની છે. જેમાં બે ટ્રક અને એક કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં કેમિકલ ભરેલા ટ્રકમાં ભીષણ આગ ભભુકી ઉઠી. રસ્તા પર આગના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. જેથી લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ ગુમાવવાની કામગીરી હાથ ધરાઈ છે.
અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. આગને કારણે મોડાસા નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. પરિણામે બંને તરફ 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે કલાકો સુધી ટ્રાફિકજામ રહે તેવી શક્યતા છે. કારણ કે અકસ્માત ઘણો ભયાનક છે.
ટ્રકમાં કેમિકલ ભરેલું હતુ. આ કેમિકલને કારણે ભયાનક આગ લાગી છે. જેથી હાઇવે બંધ કરાયો છે. આ ભયાનક ઘટનાને પગલે અધિકારીઓ, મામલતદાર અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકમતમાં ભડથું થયેલું લાશો જ મળી આવી છે. જેથી હજુ પણ મૃતકના આંકડામાં વધારો થાય તેવી શક્યતા છે.
સૌપ્રથમ તો આ ત્રણ વાહનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં એક વાહનની અંદર રહેલા એક્સપ્લોઝિવ કેમિકલને કારણે તુરંત જ આગ ભભુકી ઉઠી હતી. જો કે તેમાંથી એક વાહન ચાલક બચી ગયો છે. જ્યારે ત્રણની લાશ મળી આવી છે. તો ક્રેનથી અન્ય વાહનમા સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ છે. ઉપરાંત ફાયર બ્રિગેડની આગ પર કાબૂ મેળવવાની કોશિશ જારી છે.