ખુશખબરી પેટ્રોલ ડીઝલના ભાવમા મોટો ઘટાડો, જાણો ક્યારથી લાગુ થશે નવા ભાવ

India

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જતા લોકોને ફટકો લાગ્યો હતો. ત્યારે જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે લોકોની માંગ પૂરી કરી છે. કેન્દ્ર સરકારે ટ્વીટ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ટ્વીટ કરી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યાં છે. ઇંધણના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત થશે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે ટ્વીટ કરી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ઇંધણના ભાવને કારણે લોકોના બજેટ ખોરવાયા હતા. જેથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી માંગણી કરી રહ્યા હતા. ત્યારે સરકારે લોકોની માંગ ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે.

પેટ્રોલ ડીઝલ પરનો નવો ભાવ આજ રાતથી જ અમલમાં આવશે. લોકોને મોંઘવારીના ત્રાસથી બચાવવા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી રહ્યા છીએ.

આમ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર ઘટાડો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થતાં સસ્તું થયું છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજ રાતથી જ લાગુ થઈ જશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં લોકોને રાહત થશે. વધતી જતી મોંઘવારી વચ્ચે જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.