પંજાબના નવજ્યોત સિંહ સિદ્ધુને સૌ કોઈ ઓળખતા હશે. ક્રિકેટમાંથી રાજકારણ સુધી પહોંચેલા સિદ્ધુ કપિલ શર્મા શો માં શાયરી સંભળાવતા ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. રેડ રેઝ કેસમાં સિદ્ધુને જેલની સજા થઈ છે. તેઓ હાલ પટિયાલા સેન્ટ્રલ જેલમાં કેદ છે.
સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેઓ હવે કેદી નંબર 241383 તરીકે ઓળખાશે. સિદ્ધુને જેલમાં બેરેક નંબર 10 માં રાખવામાં આવ્યા છે. જ્યા તેઓ મર્ડરના 8 આરોપીઓ સાથે રહેશે. સિદ્ધુએ શુક્રવારે સાંજે સરેન્ડર કર્યું હતું. ત્યારે મેડિકલ ટેસ્ટ બાદ તેમને જેલમાં સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે.
સિદ્ધુને શુક્રવારે સાંજે જેલના નિયમ અનુસાર દાળ રોટી આપવામાં આવી હતી. જો કે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર તેઓ જમ્યા ન્હોતા. તેમણે જમવાની ના પાડી દીધી હતી અને માત્ર સલાડ ખાધું હતું. જેલમાં સીધુના કટ્ટર વિરોધી વિક્રમ મજેઠીયા પણ છે. જેઓ 11 નંબરના બેરેકમા છે અને ડ્રગ્સ કેસમાં સજા ભોગવી રહ્યા છે.
સિદ્ધુને જેલમાં કેદીઓને અપાતા સફેદ કપડા પહેરવા પડશે. સિદ્ધુને લીવરની તકલીફ છે. ઉપરાંત તેઓને ઘઉં ખાવાનું સખ્ત મનાઈ કરવામાં આવી છે. જેથી તેમણે જેલમાં ડાયટ રોટલીની માંગણી કરી છે. જેલમાં સિદ્ધુને સવારે સાત વાગ્યે ચા, બિસ્કીટ અને કાળા ચણા નાસ્તામાં મળશે. ત્યારબાદ તેમને સાડા આઠ વાગ્યે દાળ અને રોટલી જમવામાં આપવામાં આવશે.
સિદ્ધુને ફેક્ટરીમાં કામ કરવા લઈ જવામાં આવશે. જ્યાં તેમને કામ કરવું પડશે. તેઓ સાંજે 5 વાગ્યે ફેક્ટરીમાંથી છૂટશે. ત્યારબાદ સાંજનું જમવાનુ 6 વાગ્યે આપવામાં આવશે. જ્યારે 7 વાગ્યે તેમને ફરી બેરેકમા બંધ કરી દેવામાં આવશે. તેમને દરરોજ ફેક્ટરીમાં કામ કરવું પડશે. જેમાં તેને દરરોજના 40 થી 60 રૂપિયા આપવામાં આવશે.
પહેલા ત્રણ મહિના તેમને ફેક્ટરીમાં કામ શીખવવામાં આવશે. ત્યારબાદ તેઓ દરરોજના 40 કે 60 રૂપિયાની કમાણી કરી શકશે. જેલ પ્રશાસને સિદ્ધુ પાસેથી કોઈપણ પાંચ નંબર માગ્યા છે. પ્રશાસન કેદીએ આપેલા પાંચ નંબર પર ફોન કરવાની સુવિધા આપી છે. જે પાંચ નંબર કેદીએ આપ્યા હોય તેની સાથે પ્રશાસન ફોનમાં વાત કરવાની પરવાનગી આપે છે. સિદ્ધુ હવે એક વર્ષ સુધી કેદી તરીકે જેલમાં બંધ રહેશે.