આગાહીકાર વલ્લભભાઈની મોટી આગાહી, જાણો ક્યાં મહિનામાં કેવો રહેશે વરસાદ

Weather

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી કાળજાળ ગરમી પડી રહી હતી ત્યારે હવે ધીમે ધીમે વાતાવરણમા પલટો આવી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ હજુ પણ બફારો યથાવત છે. જેથી લોકો હવે વરસાદના આગમનની રાહ જોઈને બેઠા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અગાઉ વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવી હતી. ત્યારે હાલ વલ્લભભાઈએ પણ આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદના આગમનને લઈને નક્ષત્રનાં આધારે વલ્લભભાઈ પટેલે અગત્યની આગાહી કરી છે. હાલ લોકો વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા છે. એવામા હાલ વલ્લભભાઈ ગોપેટેલએ મહત્વની આગાહી કરી છે.

વલ્લભભાઈ ગોંડલ તાલુકાના રહેવાસી છે. તેમણે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. વરસાદના આગમનને લઈને વલ્લભભાઈએ આગાહી કરી છે કે જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે. આ ઉપરાંત 15 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર સહિતના તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા છે.

નક્ષત્રનાં આધારે વલ્લભભાઈએ જણાવ્યું છે કે આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય છે. જેથી આદ્રા નક્ષત્રમાં બીજીવાર વાવણી લાયક વરસાદ થશે. આદ્રા નક્ષત્રમાં વરસાદની વાત કરીએ તો 21 થી 30 જૂન સુધીના સમયગાળામાં બીજીવાર વાવણી લાયક વરસાદ થશે. કારણ કે આ સમયગાળા દરમિયાન આદ્રા નક્ષત્ર હોય છે. આ દરમિયાન 5 થી 8 ઇંચ વરસાદ થાય તેવી શક્યતા છે.

વાવણી લાયક વરસાદ થયા બાદ જુલાઈ માસમાં પણ ક્યારે અને કેવો વરસાદ થશે તે અંગે વલ્લભભાઈએ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામા શરૂઆતથી જ સારો વરસાદ થશે. આ દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ થાય તેવી પણ શક્યતા છે. ઉપરાંત જુલાઈ માસના અંત સુધીમાં જળાશયોમાં નવા પાણીનો સંગ્રહ થતાં જળાશયો છલકાઈ જશે.

વલ્લભભાઈના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. એટલે કે એક ગરમીની લહેર આવશે. જેથી 24 ઓગસ્ટ સુધી વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો માહોલ રહેશે તથા વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. જો કે ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી વાતાવરણમાં પલટો આવશે અને સારો વરસાદ થશે.

વલ્લભભાઈ પટેલે સપ્ટેમ્બર માસમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવું જણાવ્યું છે. સપ્ટેમ્બર માસની શરૂઆતથી લઈને 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મૂશળધાર વરસાદ થશે તેવું વલ્લભભાઈએ જણાવ્યું છે. જો કે આ ભારે વરસાદ માવઠા રૂપી સાબિત થશે. જેના કારણે પાકને પણ નુકસાન થઈ શકે છે.

જો કે વાતાવરણમાં બદલો આવશે તો પાકને નુકસાન નહી થાય. વલ્લભભાઈનુ અનુમાન છે કે આ વર્ષે સાર્વત્રિક રીતે ચોમાસુ સારું રહેશે. એટલે કે ચોમાસાની આ સીઝનમાં વરસાદ સારો રહેશે. વલ્લભભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષે સીઝનમાં માત્ર 46 દિવસમાં 13 આની વરસાદ થશે. જેથી ચોમાસુ સારુ ગણી શકાય. ચોમાસુ સારુ થશે એટલે કે ખેડૂતોના પાક પણ સારા થશે.

Leave a Reply

Your email address will not be published.