સુરતના વરાછા વિસ્તારમાથી હાલ એક ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને લોકો ચોંકી ગયા છે. સુરતના નાના વરાછામાં એક માતાએ એક વર્ષના પુત્રને ઝેર આપી પોતે પણ ઝેર ગટગટાવી લેવાની ઘટના સામે આવી છે. જેમાં માતા પુત્ર બંનેના મોત નિપજ્યા છે. આ ચકચારી ઘટનાથી પરિવારજનોમાં શોક છવાયો છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ચેતનાબહેને પોતાના પુત્રને ઝેર પીવડાવ્યા બાદમાં પોતે પણ ઝેર પી લીધું હતું. ચેતનાબેન બપોરના સમયે કચરો નાખવા જાઉં છું એમ કહીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ કાપોદ્રાના ઝડફિયા સર્કલ પાસે માતા પુત્ર બંને ઝેર પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે દોડી આવ્યા હતા. માતા પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન તેમના મોત નિપજ્યા છે. ચેતના બહેનના પતિ રત્નકલાકાર છે. પોતાની પત્ની અને પુત્રના અવસાનથી તેઓ ભાંગી પડ્યા છે.
મૃતક મહિલા નાના વરાછાની સોસાયટીમાં રહેતી હતી. મહિલાનું નામ ચેતના બહેન ગજેરા છે. તેમના પતિનું નામ જીગ્નેશભાઈ છે. તેમને એક વર્ષનો પુત્ર હતો. ત્યારે કાળજાના કટકાને પણ માટે ઝેર પીવડાવ્યું અને બાદમાં પોતે ઝેર ગટગટાવ્યું. મૃતક બાળકનું નામ અંશ ગજેરા છે.
કાપોદ્રાના ઝડફિયા સર્કલ નજીક માતા અને પુત્ર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ચેતનાબહેન કચરુ નાખવા જાવ છું એમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમણે ભરેલા અણધાર્યા પગલાંને કારણે પરિવારજનોમાં શોક છવાયો છે. આ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.