સૌરાષ્ટ્રના કથાકારની કાળી કરતૂત, મહિલાઓ સાથે છેતરપિંડી કરી 45 લાખ રુપિયાનુ ફુલેકુ ફેરવી નાખ્યુ

Gujarat

આપણા દેશમાં ઘણા બધા મહાન કથાકાર છે. જેઓ કથા સંભળાવીને કોઈને ધર્મના માર્ગ પર ચાલતા શીખવે છે. કોઈ પણ જગ્યાએ કથાનું આયોજન હોય તો મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે અને કથાનું રસપાન કરે છે. ત્યારે હાલ એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ બોટાદના એક કથાકારની કાળી કરતુત સામે આવી છે. જેમણે કથાના નામ પર હજારો મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે.

આ કથાકાર ગુજરાતના બોટાદના રહેવાસી છે. તેમનું નામ કથાકાર પ્રભુજી મહારાજ છે. તેમણે મહિલાઓને વિશ્વાસમાં લઈને 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 2021માં તેમણે મધ્ય પ્રદેશના ઈન્દોરના સૂર્યદેવ નગરમાં કથાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં જ તેઓ હરિદ્વારમાં કથા કરવા જઈ રહી છે.

તેથી 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 500 રૂપિયામાં અને 60 વર્ષથી નીચેની ઉંમરની મહિલાઓને 1000 રૂપિયામાં હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાનું કથાકારે કહ્યું હતું. જેથી મહિલાઓએ કથામાં જવા માટે ભાડુ અને ત્યાં રહેવાના પૈસા આ કથાકારને ચૂકવ્યા હતા. જો કે આ કથાકારે મહિલાઓને વિશ્વાસમાં લઈને ચાર હજારથી વધુ મહિલાઓ પાસેથી 45 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

કથાકારે મહિલાઓ પાસેથી પૈસા લઈ લીધા હતા પરંતુ કથા ન કરતા મહિલાઓએ પોતાના પૈસા પરત માગ્યા હતા. જો કે કથાકારે પૈસા પાછા આપવામાં આનાકાની કરી હતી. જેથી કથાકાર વિરૂદ્ધ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારબાદ પોલીસે આ કથાકાર અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં કથાકારનું નામ પ્રભુ મહારાજ ઉર્ફે અજીતસિંહ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તે બોટાદના પોટાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી પોલીસે આ કથાકારની તપાસ કરી હતી. આ દરમિયાન તેમની પાસેથી લાખો રૂપિયા મળી આવ્યા છે.

ઈન્દોરની દ્વારકાપુરી પોલીસે શહેરની ચાર હજાર કરતાં વધુ મહિલાઓને છેતરનાર કથાકારની ધરપકડ કરી છે. આ ઉપરાંત પૂછપરછ કરતા તેમણે કથાના નામે 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇન્દોર પોલીસે કથાના નામે મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરી ભાગી જનાર કથાકારની ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.