ગુગલ મેપમાં રસ્તો જોઈને ચલાવી રહ્યા હતા ફોર્ચ્યુનર, મોબાઇલે કહ્યું સીધા જાવ તો ફોર્ચ્યુનર સીધી નહેરમાં ખાબકી

India

આજના સમયમાં લોકો કોઇપણ જ્યારે જવું હોય તો Google map ના સહારે જઈ શકે છે. Google Map એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રસ્તા જાણવા માટે કરવામાં આવે છે. જો આપણે કોઈ અજાણ્યા સ્થળે જવાનું હોય તો પણ Google map ના સહારે જઈ શકીએ છીએ. પરંતુ કેટલીકવાર google map ખોટો રસ્તો બતાવે તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે.

સામાન્ય રીતે Google map લોકોને સરળ અને ટ્રાફિક ન હોય તેવો રસ્તો બતાવે છે. જેથી લોકો સમયસર પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચી શકે છે. પરંતુ કેટલીકવાર google map ખોટો રસ્તો બતાવે છે અથવા તો વધારે લાંબો રૂટ બતાવે છે તેવું આપણે સાંભળતા જોઈએ છીએ. ત્યારે હાલ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં google map ના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

આ કિસ્સો કેરળનો છે. કેરળના કુડુથુરુથીમાં Google Map ખોટો રસ્તો બતાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હકીકતમાં અહીંનો એક પરિવાર ફરવા માટે પોતાની કાર લઈને જઈ રહ્યો હતો. તેઓ અજાણ્યા હોવાથી તેમણે રસ્તો શોધવા માટે Google map નો સહારો લીધો હતો. પરંતુ ગૂગલ મેપે ગાડી નહેરમાં પહોંચાડી દીધી હતી.

આ પરિવારની ગાડીને ગુગલ મેપે રસ્તો બતાડવાને બદલે નહેરમાં પહોંચાડી દીધી હતી. જો કે આસપાસના લોકોએ સમયસર આખા પરિવારને કારની બહાર કાઢી લીધો હતો અને મોટી ઘટના ઘટવાથી બચાવી લીધા હતા. લોકો આશા રાખે છે કે ગૂગલ મેપ તેમને નિર્ધારિત સ્થાન પર પહોંચાડી દેશે જેથી તેઓ કોઈને રસ્તો પૂછવાને બદલે ગૂગલ મેપના સહારે ચાલે છે. ત્યારે કેટલીકવાર આવી મુસીબતનો ભોગ બને છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકનો આ પરિવાર મુન્નારથી અલાપ્પુઝા ફરવા માટે જઈ રહ્યો હતો. આ પરિવાર SUV કારમાં સવાર હતો. તેઓ ફરવા માટે નીકળ્યા પરંતુ રસ્તો અજાણ્યો હોવાથી તેમણે ગૂગલ મેપનો સહારો લીધો હતો. ત્યારે ગૂગલ મેપ દ્વારા વળાંક વળવાને બદલે સીધો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ સીધા રસ્તા પર છેલ્લે નહેર આવતા કાર નહેરમાં પડી ગઈ.

કારમાં સવાર પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ અનેકવાર ગૂગલ મેપના સહારે કેટલીક અજાણી જગ્યાએ જાય છે. ઉપરાંત મેપ સાચો રસ્તો બતાવે છે તેથી તેઓ કોઈને પૂછતા ન્હોતા. પરંતુ આ વખતે ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવતા રસ્તા પર જતા ગાડી નહેરમાં ભરાઈ ગઈ હતી. જો કે નહેર પહેલા એક મોટો વળાંક આવતો હતો પરંતુ મેપમાં સીધો રસ્તો બતાવ્યો હતો.

આમ પરિવારજનો મેપના સહારે રહેતા આગળ શું છે જોયું નહી અને સીધા જતા રહ્યા તો ગાડી નહેરમાં ભરાઈ ગઈ. જો કે તેઓ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા અને પરિવારજનોને બચાવી લીધા. જેથી મોટી ઘટના ઘટતા બચી. જો કે ગાડીને લોરીના સહારાથી કાઢવામાં આવી હતી. માત્ર ગૂગલ મેપનાં આધારે રહેવાથી કેટલીકવાર આવી મુશ્કેલી આવી પડે છે. જેથી શક્ય હોય તો આસપાસના લોકોને પૂછપરછ કરવી તથા આગળ શું છે તે પણ નજર રાખવી.

Leave a Reply

Your email address will not be published.