જલ્દી જ રાજ્યમાં શરૂ થશે પ્રિ મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Weather

રાજ્યભરમા વરસાદના આગમનની રાહ જોવાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વનું અપડેટ જારી કર્યુ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપશે. જો કે આવતીકાલથી જ હવામાનમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. જેથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે. પરંતુ વરસાદી પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળશે.

મહત્વનું છે કે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા હળવા છાંટા પડશે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સામાન્ય વરસાદ થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના મત મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્ય ચોમાસુ રહે તેવી શક્યતા છે. નવા અપડેટ અનુસાર કેરળમાં 26 મે થી ચોમાસાનું આગમન થશે. તો ગુજરાતમાં 15 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ જશે. આઇએમડીના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે.

સૌ પ્રથમ કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. ત્યારે પ્રિ મોન્સુન એકટીવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટક અને દરિયાઇ વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. જ્યારે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ચોમાસાએ દસ્તક આપી દીધું છે. કેરળમાં 27 મે થી સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થશે. ત્યારબાદ 15 જૂન સુધીમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published.