ગ્રીષ્મા હત્યાકાંડ કેસની નવી માહિતી, તે દિવસે ફેનિલના મિત્ર હરીશે ફેનિલને બે લાફા માર્યા અને પછી

Story

સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 21 યુવતીનું સરાજાહેર ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટનાએ સમગ્ર દેશવાસીઓને ધ્રુજાવી દીધા હતા. ત્યારે માસુમ ગ્રીષ્માની નિર્મમ હત્યા કરનાર આરોપી ફેનિલને કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરતની સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. જો કે આ કેસ હવે હાઈકોર્ટમાં ચાલશે.

સુરતની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન બચાવ પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી ફેનિલને ફાંસીની સજા થાય તે માટે તમામ પ્રયાસો કર્યા હતા. દલીલમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી 21 વર્ષની ઉંમરનો છે. જ્યારે તે જેલમાંથી છુટીને બહાર આવશે ત્યારે તેની ઉંમર 31 કે 35 વર્ષની હશે. પરંતુ જેલમાંથી બહાર આવીને પણ તેને કાયદાનો ડર રહેશે નહિ અને સમાજ પણ તેનાથી ડરશે.

આ કેસમાં ગ્રીષ્માની હત્યાનો વાયરલ વિડીયો મહત્વના પુરાવા રૂપે સાબિત થયો હતો. વિડિયો ઉપરાંત ઘણા બધા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. એવી પણ જાણકારી સામે આવી હતી કે આરોપી ફેનિલે ઓનલાઇન ફ્લિપકાર્ટ પરથી ચપ્પુ ખરીદવા માટે ઓર્ડર કર્યો હતો. જે બાદ તે ઓર્ડર કેન્સલ કરીને એક ચપ્પુ મોલમાથી ખરીદ્યું હતુ. જ્યારે બીજુ ચપ્પુ તેના મિત્ર પાસેથી લીધુ હતુ.

ગ્રીષ્માના વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે દરેક વાલીયો વાલ્મીકિ બની શકતો નથી. જો આરોપીઓને કડક સજા આપવામાં નહીં આવે તો અન્ય લોકો પણ આવા ગુનાઓ કરશે. તેમણે જણાવ્યું હતું કે આરોપીએ માત્ર ગ્રીષ્માની જ હત્યા નથી કરી. પરંતુ ગ્રીષ્માના કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે ભૂતકાળમાં ચોરી પણ કરી હતી. જેથી આરોપી ભવિષ્યમાં પણ સુધરી શકે તેમ નથી.

જો કે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી ફેનિને પણ અંતિમવાર બોલવાની તક આપી હતી. પરંતુ ફેનીલ કંઈ પણ બોલ્યો નહી. જો તેને પસ્તાવો હોય તો તે એમ પણ બોલી શકતો હતો કે મારી ઉંમર નાની છે, નાસમજને કારણે મારાથી ભૂલ થઈ ગઈ. પરંતુ તેનામાં સુધારવાના કોઈ લક્ષણ દેખાયા નહીં. તે કોર્ટમાં કશું બોલ્યો નહીં. તેના ચહેરા પર પણ કોઇ પ્રકારનો પસ્તાવો દેખાયો નહી.

જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ દલીલમાં જણાવ્યું હતું કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા બાબતે તેના મિત્ર હરીશ સાથે વાત કરી હતી. ફેનિલે જ્યારે તેના મિત્ર હરીશને આ બાબતે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે આવું ન કરાય. આ ઉપરાંત હરીશે ફેનિલને લાફા પણ માર્યા હતા. ફેનિલ તેના માતા-પિતા સાથે પણ એટલું ખરાબ વર્તન કરતો હતો કે તેની માતાએ કહ્યું હતું કે અમે મરી જઈએ શું કરીએ? ફેનિલના મિત્રએ ખૂબ સમજાવ્યો પરંતુ ફેનિલ માન્યો નહિ અને ગ્રીષ્માની હત્યા કરી નાખી.

હત્યા કરી હોવા છતાં પણ અત્યાર સુધીમાં તેના ચહેરા પર કોઈપણ પસતાવો દેખાયો નહીં. ફેનિલે જેલમાં લાડુ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત જેલમાંથી તેની માનીતી બહેન ક્રિષ્નાને ફોન કરીને કહ્યું હતું કે તું કોર્ટમાં મારી ફેવરમાં જુબાની આપજે. જો કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને અને સચોટ તપાસ કરીને આરોપી ફેનિલને સુરતની સેશન કોર્ટે ગત 5 મે ના રોજ ફાંસીની સજા ફટકારી છે.

જે બાદ ગ્રીષ્મા હત્યા કેસમા દોષિત ફેનિલને ફાંસીની સજા યથાવત રાખવા માટે સરકાર પક્ષ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સરકારે ફાંસીની સજા યથાવત રાખવા માટે હાઇકોર્ટમાં અરજી કરી દીધી છે. ત્યારે હાઈકોર્ટે ફાંસીની સજા યથાવત રાખવાની અરજી સ્વીકારીને કેસ દાખલ કર્યો છે અને સરકારની અપીલને પગલે હાઇકોર્ટે આરોપી ફેનિલને નોટિસ ઇશ્યુ કરી છે. જો કે આગામી સુનાવણી હવે 28 જૂનના રોજ કરવામાં આવશે.

ગ્રીષ્મા વેકરીયાની નિર્મમ હત્યા કરનાર આરોપી ફેનિલને હાલ ફાંસીની સજા થયેલા આરોપી સાથે લાજપોર જેલમાં રાખવામાં આવ્યો છે. અહીં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો છે. ઉપરાંત પાકા કામના કેદીને અપાતો સફેદ ડ્રેસ પહેરાવવામાં આવ્યો છે. લાજપોર જેલમાં આરોપી ફેનિલને પાકા કામના કેદી તરીકેનો નંબર આપવામાં આવ્યો છે. જેથી હવે આરોપી ફેનિલ 2231 નંબરથી ઓળખાશે.

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજાહેર 21 વર્ષિય યુવતીની ગળુ કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી ફેનિલે પોતાના હાથની નસ કાપી ઝેરી દવા પીવાનું નાટક કર્યું હતું. જોકે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં તમામ પુરાવાના આધારે કોર્ટે 5 મે ના રોજ આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે હવે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી હવે 28 જૂનના રોજ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.