વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા, રાજધાની ટોક્યોમા મોદી પહોચતા જ જય શ્રી રામના નારાઓ લાગ્યા

World

ભારત અને જાપાન વચ્ચેના સંબંધો વર્ષોથી ખૂબ જ સારા છે. ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા છે. સોમવારે સવારે નરેન્દ્ર મોદી જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે જ્યારે પણ હું જાપાન આવું છે ત્યારે મને તમારા તરફથી ખુબ જ પ્રેમ મળે છે. તમારામાંથી કેટલાક લોકો એવા છે જે વર્ષોથી અહી રહે છે અને અહીંની ભાષા અને સંસ્કૃતિ તમારા જીવનનો ભાગ બની ગયા છે.

મોદીજીએ કહ્યું કે જાપાનમાં પોતાના કલ્ચર અને સરકારનું મિલન છે. જેથી અહી પોતાનાપણું લાગે છે. અહીંના લોકો પોતાના લાગે છે. કેટલાક ભારતીયો અહી કાયમ માટે વસી ગયા છે. અહી લગ્ન કરી લીધા છે. છતાંપણ તમારા માટે ભારત પ્રત્યે એટલી ભાવના છે કે જો ભારત અંગે સારા સમાચાર આવે તો તમને ખુશી થાય છે અને ભારત પર સંકટ આવે તો તમને દુઃખ થાય છે.

વડાપ્રધાન મોદીના સ્વાગત માટે જાપાનમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય ઉમટયો હતો. ટોક્યોમાં ભારતીય સમુદાય દ્વારા વડા પ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને કહ્યું કે અમે મોદીજીનું સ્વાગત કરી ખુશ છીએ. તેમની ઊર્જા અદભુત છે. આ ઉપરાંત લોકોએ મોદીજી માટે ભારત માં કા શેર ના નાર પણ લગાવ્યા હતા.

મોદીજીએ જાપાનમાં કહ્યું કે જાપાન કમળના ફૂલની જેમ પોતાની જડથી જોડાયેલ છે. જેથી તે સુંદર દેખાય છે. તેમણે કહ્યું કે જાપાન સાથેનો સંબંધ બુધ અને બૌદ્ધનો છે. ભારતમાં મહાકાલ છે, જાપાનમાં ગાયકોતીન છે. ભારતમાં માં સરસ્વતી છે તો જાપાનમાં બેંજાયતીન છે. આપણા સંબંધોને 70 વર્ષ થઈ ગયાં છતાં આત્મીયતા અને પોતાનાપણું લાગે છે.

મોદીજીએ કહ્યું કે ભારત અને જાપાન 21 સદીમા પણ સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. હું કાશીનો સાંસદ છું. શિંબા જ્યારે કાશી આવ્યા હતા તો તેમને રુદ્રાક્ષ આપ્યો હતો. આ વાત આપણને નજીક લાવે છે. તમે આ ઐતિહાસિક સંબંધને મજબૂત બનાવી રહ્યા છો. આજના સમયમાં લોકોને ભગવાન બુદ્ધના બતાવેલા રસ્તા પર ચાલવાની જરૂર છે. હિંસા અને આતંકવાદનો સામનો કરવા માટે માત્ર આ એક જ રસ્તો છે. ભારત ભાગ્યશાળી છે કે તેમને ભગવાન બુદ્ધના સાક્ષાત આશીર્વાદ મળ્યા.

મોદીજીએ કહ્યું ભારત આજે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જ એક પડકાર બની ગયો છે જેમાંથી નીકળવાના રસ્તા ભારતે શોધ્યા છે. પડકાર ગમે તેટલા હોય ભારત તેનું સમાધાન શોધે છે. ભારત આજે આત્મનિર્ભરતા સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. દુનિયાને પણ દેખાય રહ્યું છે કે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે ભારત ડેમોક્રેસીનું ઓળખ બન્યું છે. ભારતમાં પુરુષોથી વધારે મહિલાઓ વોટ કરી રહી છે. જે દર્શાવે છે કે ભારતમાં ડેમોક્રેસી દરેક નાગરિકને ખુબ જ શકિતશાળી બનાવે છે. માત્ર એટલું જ નહિ લોકો ભારતીય મસાલા, હળદર મંગાવી રહ્યા છે. ભારતીય ખાદીની પણ માંગ વધી રહી છે. અંતે કહ્યું કે તમારું સ્વાગત દિલને સ્પર્શી ગયું છે.

મોદીજી જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ ઇન્ડો પેસેફિક ઈકોનોમીક ફ્રેમવર્ક ઇવેન્ટમાં શામેલ થયા હતા. જેમાં મોદીએ કહ્યું હતું કે આ આપણી સામૂહિક ઈચ્છા શક્તિની જાહેરાત છે. ઈન્ડો પેસેફિક ક્ષેત્ર મેન્યુફેકચરિંગ, આર્થિક પ્રવૃત્તિ અને રોકાણનું કેન્દ્ર છે. ભારત તેનું કેન્દ્ર છે. ભારતના ગુજરાતના લોથલમાં સૌથી પ્રાચીન કોમર્શિયલ પોર્ટ હતું.

વડાપ્રધાન મોદીએ જાપાનના બિઝનેસ લીડર અને સીઈઓ સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં તેઓ સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામુ સુઝુકીને મળ્યા હતા. આ ઉપરાંત તેઓ ફાસ્ટ રિટેલિંગના સીઈઓ તદાશી યાનાઈ અને NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહીરો એન્ડો ને મળ્યા હતા.

મોદી સ્કવાડ કમિટીના ભાગ લેવા જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. જ્યાં તેમનું ભારતીય મૂળના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી પાંચમા ધોરણના વિદ્યાર્થી વિઝુકીએ કહ્યું હતું કે હું વધારે હિન્દી બોલી શકતો નથી. પરંતુ હું સમજી શકું છું. પીએમએ મારો સંદેશ વાંચ્યો અને મને ઓટોગ્રફ આપ્યો. જેથી હું ખૂબ ખુશ છું.

મોદીજી ક્વાડ કમીટીમાં ભાગ લેવા માટે ટોક્યો આવ્યા છે. ત્યારે અહીંના લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે જેમણે કાશી સજાવ્યું છે તેઓ ટોક્યો આવ્યા છે. મોદીજી ક્વાડ મીટીંગ સિવાય યુએસના પ્રમુખ જો બાઈડન સાથે ટોક્યોમા દ્વિપક્ષીય બેઠક કરશે. ઉપરાંત રશિયા યુક્રેન મુદ્દે પણ ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published.