રૂપિયાવાળા બાપની દીકરીઓ ભાન ભૂલી, નશામાં ધૂત યુવતીએ રેન્જ રોવર કારથી ટક્કર મારી એકનું મોત અને ત્રણ ઘાયલ

India

દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના અંબાલામાં દિલ્હી અમૃતસર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં પૂર ઝડપે રેન્જ રોવર કાર ચલાવતી યુવતીએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લાલ રંગની કારને ભયંકર ટક્કર મારી હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક મહિલા અને બે બાળકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર રેન્જ રોવર ચલાવતી યુવતી નશામાં ધૂત હતી. પરંતુ જ્યારે તેને મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું તો તેના પિતા આવે તે પહેલા તેણે કોઇ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી અને હંગામો મચાવ્યો.

હકીકતમાં દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સ્પીડમાં આવી રહેલી રેંજ રોવરે એક કારને પાછળથી એટલી જોરથી ટક્કર મારી કે કારના પૈડા ઉડી ગયા હતા. આ ઉપરાંત કારમાં સવાર પરિવારના મોભી એવા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે તેમના પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

રેંજ રોવરમા સવાર યુવતીઓ નશામાં ધૂત હતી. તેથી ત્યાં ઉભેલા લોકોએ યુવતીઓની કારને ઘેરી લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો યુવતીઓએ મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમના યુનિફોર્મ પર લાગેલી નેમ પ્લેટ પણ ઉખાડી નાખી. હાલ તો પોલીસે યુવતીઓને કબજામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ કર્મચારી મંજીત કૌરે જણાવ્યું છે કે અકસ્માત બાદ નશાની હાલતમાં યુવતીઓએ હાઇવે પર જ ભારે હંગામો મચાવ્યો હતો. પોલીસે રેંજ રોવરમાંથી યુવતીઓને ઉતારીને પોલીસની જીપમાં બેસાડી દીધી. પરંતુ નશામાં ધૂત આ યુવતીઓએ રસ્તામાં જ મહિલા પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હતી.

આરોપી યુવતીઓએ પોલીસને ઠપકો આપ્યો હતો અને પોતાના વકીલ તથા માતા પિતા ન આવે ત્યાં સુધી પોલીસને પોતાના વિશે કોઈપણ પ્રકારની માહિતી નહિ આપે તેવું કહ્યું હતું. મહિલા પોલીસકર્મીઓની મદદથી બંને યુવતીઓને મેડિકલ ટેસ્ટ માટે અંબાલાની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં પણ તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.

ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં બેસીને પણ તેમના તેવરમા કોઈ ફેર પડ્યો નહી. આ યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં મીડિયાનો કેમેરો જોઈને પહેલા પોતાનો ચહેરો છુપાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે પોતાની ભૂલ હોવા છતાપણ પોલીસકર્મીઓને દોષ આપવાનું શરૂ કરી દીધું. તેમણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે પોલીસકર્મીઓ પર આરોપ લગાવવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published.