વિશ્વની હીરા બજારના હદય સમાન સુરત ડાયમંડ બુર્સનુ કામ પૂર્ણ, આ તારીખથી થશે ડાયમંડ બુર્સનુ શ્રી ગણેશ

Gujarat

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ બુર્સના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે હવે સુરત ડાયમંડ બુર્સ નિર્માણનું કામ 100 ટકા પૂરું થઈ ગયું છે .જેનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ડાયમંડ બુર્સનું કામ પૂરું થતાં 4200 ઓફિસના માલિક દ્વારા મહાઆરતી કરીને કરવામાં આવશે. જેમાં એક સાથે 4200 દિવા પ્રગટાવવામાં આવશે.

સુરતના ડાયમંડ બુર્સનું કામ 100 ટકા પૂરું થઈ ગયું હોવાથી આગામી 5 જૂને ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસના માલિક 4200 દીવા પ્રગટાવીને મહાઆરતી કરશે. ડાયમંડ બુર્સ સુરત શહેરમાં ખજોદમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 300, 500 અને 1000 સ્ક્વેર ફુટની ઓફિસો છે. આ તમામ ઓફિસોમાં ફર્નિચર કરવા માટેનુ કામ પણ સોંપી આપી દેવામાં આવ્યું છે.

ડાયમંડ બુર્સનું કામ સો ટકા પૂર્ણ થતા 5 જૂને ગણેશ સ્થાપના કરાશે. સાથે સાથે 4200 ઓફિસના માલિક દીપ પ્રગટાવી મહાઆરતી કરશે. આગામી 5જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે સભાસદ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઉપસ્થિત સભાસદને જો કોઈ પ્રશ્ન હશે તો તે પણ પૂછી શકશે. ડાયમંડ બુર્સનુ સો ટકા નિર્માણ થતા મહાઆરતી કરશે જેમાં હજારો લોકો જોડાશે.

સુરતમાં ખજોદ ખાતે ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી છે. તેઓ જણાવે છે કે ડાયમંડ બુર્સનું નિર્માણનું કામ સંપૂર્ણપણે પુરુ થતાં એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઘણા બધા લોકો એક સાથે જોડાશે. તેમાં જો કોઈને પ્રશ્ન હશે તો તે પ્રશ્ન પણ પૂછી શકશે.

 

સુરતના લોકો ડાયમંડ બુર્સ જલ્દી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે 5 જૂને સાંજે પાંચ વાગ્યે ડાયમંડ બુર્સ ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવશે. આ સાથે જ એકસાથે 4200 દીવા પ્રગટાવી મહાઆરતી કરવામાં આવશે. ઉપરાંત સ્નેહમિલન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણીએ કહ્યું છે કે અમે ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તે માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published.