આખરે શો છોડીને જતા રહ્યા મહેતા સાહેબ, એક એપિસોડ શૂટ કરવા માટે લેતા હતા અધધ આટલા રૂપિયા

Entertaintment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી એક પછી એક મહત્વના કલાકાર શો છોડીને જઈ રહ્યા છે. દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી ઘણા વર્ષોથી આ શોમાં જોવા મળી નથી. જ્યારે બાવરી, રોશન સિંહ સોઢી, અંજલી મહેતા જેવા પાત્રોમાં હવે નવા ચહેરા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કહી દીધું છે.

શૈલેષ લોઢાએ પોતાના કરિયરની નવી ઇનિંગ પણ શરૂ કરી છે. પરંતુ શું તમે જાણો છો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડ માટે શૈલેષ લોઢા કેટલી ફી લેતા હતા? શૈલેષ લોઢા આ શોમા ખાસ ભૂમિકા ભજવે છે. તેઓ આ શોમાં ટાઇટલ રોલ તો કરી રહ્યા હતા જ પરંતુ સાથે સાથે એક જાણીતા કવિ પણ છે. એટલા માટે જ તેમને શોમાં સારું પેકેજ આપવામાં આવી રહ્યું હતું.

શૈલેષ લોઢા એક એપિસોડ માટે એક લાખ રૂપિયા ફી વસૂલતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શોમાં તે ત્રીજા નંબરના સૌથી વધુ ફી લેનાર એક્ટર હતા. આ શોમાં જેઠાલાલનો રોલ ભજવી રહેલા દિલીપ જોશી સૌથી વધુ ફી લે છે. ત્યારબાદ બીજા દયાબેનનો રોલ ભજવતા દિશા વાકાણી છે. જ્યારે શૈલેષ લોઢા ત્રીજા નંબર પર છે.

શૈલેષ લોઢાએ શો કેમ છોડ્યો તે હાલ જાણી શકાયું નથી. કારણ કે મેકર્સ અને શૈલેષ લોઢા તરફથી કોઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે શૈલેષ લોઢા તેના નવા કોન્ટ્રાક્ટથી ખુશ નોતા. જેથી તેમણે શૂટિંગ પર આવવાનું બંધ કરી દીધું અને શો છોડવાનું નક્કી કરી લીધુ. અહેવાલ મુજબ તે એક નવા શોમાં જોડાવા જઈ રહ્યા છે. જેનું તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.