આવી આગાહી તમને કોઈ નહીં જણાવે 26 થી 30 મે સુધી કેવું રહેશે વાતાવરણ, જાણો નકશા પરથી વરસાદની આગાહી

Weather

રાજ્યમાં પડી રહેલી ગરમીની વચ્ચે લોકો હવે આતુરતાથી વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં આંશિક પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગત દિવસોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પણ નોંધાયા છે.

આ વચ્ચે અમે તમને વેધર મેપના એનાલિસીસ પરથી આગામી 26 મે થી લઈને 30 મે સુધી રાજ્યમાં વરસાદ અને હવમાનને લઈને કેવી સ્થિતિ જોવા મળી શકે છે તેના વિષે જણાવીશું. ગત 20 મે ના રોજ ચોમાસુ અરબ સાગરમાં પહોંચ્યા બાદ અનુકૂળ પરિબળો ન બનતા ચોમાસુ આગળ વધી શક્યું નથી. દરમિયાન હાલ જો નીચેના નકશા પરથી જોઈએ તો વરસાદી વાદળોનો એક મોટો ઘેરાવ કેરળ નજીક અરબ સાગરમાં જોવા મળી રહ્યો છે.

આ વરસાદી વાદળો આગામી બે થી ચાર દિવસમાં કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. જેથી આગામી 27 કે 28 મે ના રોજ કેરળમાં ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે હવમાન વિભાગ દ્વારા પણ આ તારીખ દરમિયાન જ કેરળમાં ચોમાસુ બેસવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદી પવનોની વાત કરીએ તો નીચેના નકશામાં જોઈ શકીએ તે પ્રમાણે પવનની દિશા અરબ સાગરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી જોવા મળી રહી છે. જો કે અરબ સાગર પરથી કેરળ તરફ જઈ રહેલા પવનોની ગતિ ગુજરાત તરફ જઈ રહેલા પવન કરતા વધારે છે.

જેમ જેમ ચોમાસુ આગળ વધશે તેમ પવનની ગતિમાં વધારો જોવા મળશે. હાલ 15 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતાઓ છે. જો કે ઘણી જગ્યાએ ઝટકાના પવનોની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની પણ જોવા મળી શકે છે.

જો કે આ પવનો સરફેસ લેવલના ભેજયુક્ત પવનો હોવાને કારણે થોડો બફારોનો પણ અનુભવ થશે. સાથે સાથે આગામી 30 મે સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. વરસાદની આગાહી વિષે વધુ સચોટ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા અપડેટને અનુસરતું રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.