અમદાવાદથી ઉપડેલી બસનો ભયંકર અકસ્માત, ડ્રાઈવરે ગુટકા થુકવા જતા બસ પરથી કાબુ ગુમાવ્યો ચારના ઘટના સ્થળે જ મોત

Gujarat

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જ રાજસ્થાનના કોટા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જે જાણીને લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે. રાજસ્થાનના કોટા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ચાર યાત્રીઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના કોટાના સીમલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મંગળવારે રાત્રે આ અકસ્માત સર્જાયો છે. ગત મંગળવારે રાત્રે ત્રણ વાગ્યે કોટા બાલા હાઈવે પર લક્ઝરી બસનો ડ્રાઈવર શરૂ બસે ગુટકા થુકવા જતો હતો. આ દરમિયાન તેણે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તા પર ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં યુપીના 2 અને મધ્ય પ્રદેશના એક યાત્રિકનું મોત થયું છે. જ્યારે અન્ય એક યાત્રીની ઓળખાણ થઈ નથી. મૃતક યાત્રીઓમા બે વ્યક્તિ તો બસના ડ્રાઇવર જ હતા. જેઓ શિફ્ટમાં બસ ચલાવતા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઇ ગયો છે.

આપને જણાવી દઇએ કે આ બસ અમદાવાદ થી કાનપુર જઈ રહી હતી. આ બસમા ચાલીસ યાત્રીઓ સવાર હતા. દરમિયાન મંગળવારે રાત્રે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ ટ્રેલર સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. સમાચાર મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય પાંચ મુસાફરો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published.