આવતી કાલથી બેસશે રોહિણી નક્ષત્ર, જો રોહિણી નક્ષત્રમા આમ થયુ તો આ વર્ષે વરસાદ ભુક્કા કાઢી નાખશે

Weather

છેલ્લા બે દિવસથી વાતાવરણનો મિજાજ બદલાતા અનેક સ્થળોએ વરસાદી ઝાપટા પડયા હતા. સુરત, વલસાડ, નવસારીના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો. જો કે રાજ્યમા હજુ સુધી પ્રિ મોન્સુન વરસાદનું આગમન થયું નથી. માત્ર હળવા છાંટા પડયા છે. ત્યારે નક્ષત્રનાં આધારે વરસાદની પધરામણીના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

નક્ષત્રના આધારે વરસાદની વાત કરીએ તો બુધવારના 25 મે ના રોજ રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ છે. ત્યારે 7 જૂન સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમા રહેશે. રોહિણી નક્ષત્રમા વરસાદની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન મિની વાવાઝોડા સાથે વરસાદનું આગમન થાય છે. આ ઉપરાંત વીજળીના ચમકારા પણ દેખાય છે

ગત બુધવાર સુધી કૃતિકા નક્ષત્ર ચાલુ હતું. ત્યારે બુધવારે બપોરે 2:55 વાગ્યે સૂર્યે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. કહેવાય છે કે જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ સારું રહે છે. ત્યારે કૃતિકા નક્ષત્રમાં અમરેલી તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા સ્વરૂપે વરસાદ થયો હતો. જેણે સારા ચોમાસા માટેના સંકેતો આપ્યા છે.

કૃત્તિકા નક્ષત્ર બાદ રોહિણી નક્ષત્ર શરૂ થયું છે. રોહિણી નક્ષત્ર શરૂ થતાં નૌતપાની શરૂઆત થઈ છે. નૌતપા એટલે કે હવે નવ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ દૂર થશે અને તડકા પડશે. આ તડકો ચોમાસા માટે ખુબજ ફાયદાકારક હોય છે. કહેવાય છે કે નૌતપા જેટલા તપે એટલું ચોમાસુ સારુ થાય.

રોહિણી નક્ષત્ર 7 જૂન સુધી રહેશે. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થશે. રોહિણી નક્ષત્રમાં નૌતપા દરમિયાન આગામી નવ દિવસ સુધી વાદળછાયા વાતાવરણને બદલે તડકો રહેશે. પરંતુ આ તડકો વરસાદ માટે ઉત્તમ ગણાશે. કહેવત છે કે નૌતપા જેટલા તપે તેટલું ચોમાસુ સારુ થાય. રોહિણી નક્ષત્રમા નૌતપાના નવ દિવસ બાદ વરસાદની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published.